ગુજરાતનો એક એવો મતદાર જેમના માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓ સહિતનો કાફલો તૈનાત રહે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 14:51:47


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યનો છેવાડોનો એક પણ મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમ કે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા સીટના જામવાડા ગામના બાણેજ વિસ્તારમાં માત્ર એક જ મતદાર છે તેમ છતાં તેમના માટે ખાસ પોલિંગ સ્ટેશન ઉભું કરવામાં આવે છે. 


કોણ છે બાણેજના એક માત્ર મતદાતા?


મહંત હરિદાસ બાપુ ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાડાથી લગભગ 25 કિલોમીટર દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિરના ગાદીપતિ છે. આ મંદિરના મહંત એક સમયે ભરત દાસ બાપુ હતા. વર્ષ 2019માં ભરત દાસ બાપુનું અવસાન થતા તેમનું સ્થાને નવા મહંત હરિદાસ બાપુએ લેતા મંદિરની ગાદી સંભાળી હતી. ચૂંટણી પંચે તેમના જ માટે પોલિંગની વ્યવસ્થા કરી છે, આ એક માત્ર મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે. ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું, પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથ ઉભુ કરવામાં આવે છે. 


મતદાનની ગુપ્તતા જળવાતી નથી 


મહંત હરિદાસ બાપુ તેમના મતાધિકારનો ઉપયોગ તો કરે છે પણ તે ગુપ્ત રહેતું નથી. કારણ કે  મતગણતરી માટે અહીં નું ઈવીએમ ખુલ્લે છે ત્યારે બાપુ એ કોને મત આપ્યો તે પણ એક મત હોવાના કારણે ખુલ્લો પડી જાય છે. વળી પોવિંગ બુથમાં એક જ વ્યક્તિ મતદાન કરતા હોવાથી 100 ટકા મતદાન થાય છે.


શું છે આ વિસ્તારનું ધાર્મિક મહત્વ?


બાણેજનું ધાર્મિક મહત્વ ઘણું છે, ગીર પર્વતથી ઘેરાયેલા આ વિસ્તારમાં મહાભારત કાળમાં પાંડવ આવ્યા હતા. તેમણે તીર ધનુષથી અહીં બાણ ગંગાને પ્રકટ કરી ત્યાર બાદ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારથી આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?