માતાજીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પૂનમ દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી પ્રારંભ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન રહેલું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. દૂર-દૂરથી પગપાળા કરી માતાજીના મંદિરે માઈ ભક્તો પહોંચતા હોય છે. ત્યારે મંદિર તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે પરંતુ અંબાજી તરફ જતા રસ્તાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મેળાનો કરાવ્યો પ્રારંભ
ભક્તિમય વાતાવરણ ચારેય તરફ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોની ભારે ભીડ મંદિરના પ્રાંગણમાં, અંબાજી તરફ આવતા રસ્તાઓ પર જોવા મળી રહી છે. મેળાને લઈ તેમજ ભક્તોને આવકારવા માટે બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તોના ઉતારાથી લઇ, માતાના દર્શન, પ્રસાદ સુધીની તૈયારીઓ કરી છે, પહેલા દર્શન કરીયે પવિત્ર યાત્રા ધામને આ પ્રસંગ નિમિત્તે વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે.
આ સ્થળે પડ્યું હતું માતા સતીનું હૃદય
51 શક્તિ પીઠમાંનું સૌથી શક્તિશાળી સ્થળ માનવામાં આવતા અંબાજીમાં એમ તો દર પૂનમે ભક્તો માતાના દર્શને આવી જ પહોંચે છે પણ ભાદરવી પૂનમ વિશેષ છે, દર વર્ષે મેળો ભરાય છે, પુરાણોમાં ઉલ્લેખ મુજબ સતી માતાનું હૃદય આ સ્થળે પડ્યું હતું અને આજ સ્થળ છે જ્યાં આજે પણ આંખે પાટા બાંધી આરતી ઉતારવામાં આવે છે, આજ સ્થળ છે જ્યાં નંદ-જશોદા કૃષ્ણની બાબરી વિધિ કરવા આવ્યા હતા, માતા સીતાની શોધમાં રામજીએ અહીં આરાધના કરી હતી, પોતાની મનોકામના લઇ ભક્તો આવી પહોંચે છે.
વિવિધ પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી
ગબ્બર પર બિરાજમાન માતાના દર્શને જયારે લાખ્ખો ભક્તો આવવાના છે ત્યારે પીવાના પાણી, વિનામૂલ્ય ભોજનાલય, વિશ્રામ સ્થળ, આરોગ્ય સેવા, પોલીસ કન્ટ્રોલ રૂમ, બસ સ્ટેન્ડ, પાર્કિંગ સ્લોટ, જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપ દ્વારા વિવિધ સેવાની જાણકારી પણ મેળવી શકો છો. તેમજ ત્યાં પહોંચવા વધુ ST બસો પણ ચલાવવામાં આવી રહી છે.
બનાસકાંઠાની પારંપરિક ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખી માઁ અંબાના ચાચર ચોકમાં ગરબાનો આનંદ માણતાં ગ્રામીણ વડીલો...@CMOGuj @yatradhamboard @GujaratTourism @Mulubhai_Bera pic.twitter.com/HJBDyVvtdR
— Info Ahmedabad GoG (@ahmedabad_info) September 21, 2023