ઉજ્જૈનમાં ગઈકાલે રંગપંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ દિવસે મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો પુત્ર મયંક પણ શોભાયાત્રામાં સામેલ થયો હતો. જો કે શોભાયાત્રા દરમિયાન મયંક નર્વસ હોવાનું અનુભવી રહ્યો હતો. તે ઘરે ગયા બાદ પણ તેને આરામ ન મળતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.
તલવારબાજી દરમિયાન નર્વસ થયો
મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુના પુત્ર મયંકે પણ ઉજવણી સમારોહમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે મયંકની તબિયત સવારથી સારી નહોતી. મંગેશે રંગપંચમી નિમિત્તે આયોજિત ફ્લેગ રનિંગ સેરેમનીમાં તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું. તલવારબાજી કરતી વખતે તેણે નર્વસ હોવાની અનુભતી કરી હતી. સાથીઓ સાથે મસ્તીમાં ડૂબેલો મયંક થોડીવાર પછી બધાને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો.
સાયલન્ટ હાર્ટ એટેકથી મોત
મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ શર્માનો પુત્ર મયંક 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તલવાર ઘુમાવ્યા બાદ તે નર્વસ થવા લાગ્યો. તેણે તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મયંકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે મયંકનું મોત સાયલન્ટ હાર્ટ એટેકના કારણે થયું હતું.