ખેડાના ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો, તોફાની તત્વોને શોધવા પોલીસે શરૂ કર્યું સઘન સર્ચ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-09-15 21:25:30

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખેડા જિલ્લાના ઠાસરામાં પણ આજે શ્રાવણી અમાસ નિમિત્તે શિવજીની શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લાની LCB,SOG સહિત નો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ડીવાયએસપી પણ ઠાસરા આવી પહોંચ્યા હતા. પોલીસે ચાંપતો બંદોબસ્ત હાલ સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે. શિવજીની સવારી પર પથ્થરમારો કરનારા સામે પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે કરફ્યુના કારણે અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે.   


2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ


ઠાસરામાં શિવજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા દરમિયાન મોટા પથ્થરો અને ઇંટો ફેંકાતા 2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ થયા છે. પથ્થરબાજોને શોધવા ઠાસરામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ડાકોર, સેવલિયાથી પણ ઠાસરામાં પોલીસ બોલાવાઈ હતી. આખું ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પથ્થરમારા બાદ ઠાસરાના બજારો બંધ કરી દેવાઇ છે. સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ ઠાસરામાં તૈનાત કરી દેવાઇ છે. તોફાની તત્વોએ મહાદેવની સવારી સાથે ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. 


કઈ રીતે શાંતિ ડહોળાઈ?


જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ  ઘટના બાબતે જણાવ્યું હતું કે ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની આજે શ્રાવણના છેલ્લા દિવસે એટલે અમાસના રોજ પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા બપોરે નીકળી ડીજેના તાલ સાથે શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચી હતી. બપોરે 1:00 વાગ્યે આ નીકળેલી શોભાયાત્રામાં લગભગ 700 થી 800 માણસો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટા ઈંટો મારવામાં આવી હતી, આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. આ દરમિયાન શોભાયાત્રામાં એકાએક પથ્થરમારો થતાં શોભાયાત્રામાં હાજર ભક્તોમાં નાસભાગ મચી જવા પામી હતી. પથ્થરમારો થતાં ભારે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટા ઈંટો મારવામાં આવી હતી. આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. શોભાયાત્રામાં પોલીસના બે કોન્સ્ટેબલ અને એક પીએસઆઇ ઈજા થયેલ છે. આ અસામાજિક તત્વો જે કૃત્ય કર્યું છે તેઓને ઓળખવાની પ્રક્રિયા હાલ પોલીસે ચાલુ કરી છે. હાલ પોલીસના સઘન પ્રયાસના કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?