ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારો કરી રહ્યા છે. દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ ગઈકાલે થઈ ગઈ છે. દાંડી યાત્રાથી નિકળેલી આ યાત્રા અમદાવાદમાં પૂર્ણ થઈ છે.
યુવા અધિકાર યાત્રા દરમિયાન નેતાઓ આક્રામક દેખાયા!
શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ મહા સંમેલન યોજ્યું હતું. જેમાં હજારો ઉમેદવારો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા એકદમ આક્રામક દેખાયા હતા.
શું કહ્યું યુવરાજસિંહે તેમજ ચૈતર વસાવાએ?
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ આ યાત્રા દરમિયાન એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરૂ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરૂદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ. તે ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે.