તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે ધરતીકંપના આંચકા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકા 6.1ની તીવ્રતા વાળા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પરમપરાઉમુ દ્વીપથી 50 કિલોમીટર દૂર હતું. આ ઝાટકા ખૂબ જ ઝડપથી આવ્યા હતા. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકાનો અનુભવ થયો હતો. ઝાટકા એટલા તીવ્ર હતા કે ટેબલ પર રાખેલી વસ્તુઓ પડી ગઈ હતી.
ન્યુઝીલેન્ડમાં આવ્યું છે ચક્રવાત
કુદરત જાણે રુઠી હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક આપદાઓ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે. ન્યઝીલેન્ડના ઈતિહાસમાં આવી ઘટના ઘણી ઓછી બનતી હોય છે.
6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ
એક તરફ ચક્રવાતને કારણે આફત આવી છે તો બીજી તરફ ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. 6.1ની તીવ્રતા વાળા આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ ઝડપથી આવ્યો હતો. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકા આવતા રહ્યા. ભૂકંપના આંચકા બાદ બીજી વખત પણ ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.