હિંદુ ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મહત્વનું ગ્રંથ માનવામાં આવે છે. ગીતાજીને આપણે ત્યાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો બોધ આપ્યો હતો. જે દિવસે ભગવાને ગીતાનો ઉપદેશ્ય આપ્યો હતો તે દિવસ હતો માગશર મહિનાની સુદ અગિયારસ. આ દિવસને આપણે ગીતા જયંતી તરીકે ઉજવીએ છીએ. ગીતા જયંતીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. ગીતા જયંતી પર ગીતાજીના પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. ગીતાનો ઉપદેશ્ય માત્ર અર્જુને જ ન હોતું સાંભળ્યું પરંતુ રથની ધ્વજા પર બેઠેલા હનુમાનજીએ, બર્બરિક અને સંજયે પણ સાંભળ્યું હતું.
આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે એવો એક પણ વિષય નથી અથવા તો એવો એક પણ પ્રશ્ન નથી જેનું સમાધાન અથવા તો જવાબ ગીતાજીમાં ન મળી રહે. ગીતાજીને આપણે જ્ઞાનનો સાગર માનીએ છીએ. કુરૂક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ભગવાન કૃષ્ણએ પાર્થને એટલે કે અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 3 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી આવવાની છે.
એવું માનવામાં આવે છે કે નિત્ય ગીતાજીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ગીતા જયંતીના દિવસે ચોક્કસપણે ગીતાજીનો પાઠ કરવામાં આવે છે. ગીતાજીનો પાઠ કરવો જોઈએ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરતી વખતે નારાયણને પુષ્પ, પીળા ફળ, ધૂપ, દિપ વગેરે અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગીતાજીના દર્શન કરવાથી સમસ્યાઓ તેમજ નકારાત્મકતા દૂર થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે જેમાં 700 શ્લોક છે. આ 18 અધ્યાયની વાત કરીએ તો 6 અધ્યાયોમાં કર્મયોગને સમજાવે છે, એના જ્ઞાનયોગની ચર્ચા કરવામાં આવી છે છેલ્લે ભક્તિ યોગની વાત કરવામાં આવી છે. ગીતાજીનો નિત્ય પાઠ કરવાથી અથવા તો સાંભવાથી જીવનમાં આવતા કષ્ટો સમાપ્ત થઈ જાય છે.