પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર માફિયા અતીક અહમદની પત્ની શાઈસ્તા પરવીન અને ગુડ્ડુ મુસ્લિમ આત્મસમર્પણ કરી શકે છે. ઉત્તર પ્રદેશ પોલીસ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લીમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.
શાઈસ્તા અને ગુડ્ડુ ફરાર છે
ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને તેના પતિ માફિયા અતીક અહમદ અને અશરફની હત્યા તથા પુત્રના એન્કાઉન્ટર થયું ત્યારથી શાઈસ્તા ગુમ છે અને જાહેરમાં જોવા મળી નથી. હવે સમાચાર આવ્યા છે કે અતીકનો વફાદાર ગુડ્ડુ મુસ્લિમ શાઈસ્તાને બચાવવામાં લાગ્યો છે. અત્યાર સુધી બંને જણા પોલીસની પકડથી દુર છે.
ગુજરાત કે દિલ્હીમાં આત્મસમર્પણ કરી શકે
શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ દિલ્હી કે ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડર કરી શકે તેવી જાણકારી મળી રહી છે. શાઈસ્તાના આત્મસમર્પણની ચર્ચાઓ વચ્ચે યુપી ATFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને પ્રયાગરાજ લાવી શકાય તે માટે દિલ્હી અને ગુજરાત માટે ટીમ મોકલવામાં આવી છે.
શાઈસ્તા ઉમેશ પાલ હત્યાકાંડની માસ્ટર માઈન્ડ
અત્રે ઉલ્લેખનિય છે કે ગુડ્ડુ મુસ્લિમ પર યુપી પોલીસે પાંચ લાખનું જ્યારે શાઈસ્તા પર પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું છે. શાઈસ્તા પરવીનને ઉમેશ પાલ હત્યાકાંડની મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવે છે. જો કે શાઈસ્તા કે ગુડ્ડુ મુસ્લિમ સરેન્ડર કરશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.