મધ્યપ્રદેશ પેશાબકાંડ: ભોગ બનનાર આદિવાસી યુવકના સીએમે ધોયા પગ, પછી કરી સહાય આપવાની જાહેરાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-07 13:25:05

મધ્યપ્રદેશમાં થયેલા પેશાબકાંડની થોડા દિવસોથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા આદિવાસી યુવક પર પૈશાબ કરી રહ્યો હતો. ઘટના સામે આવતા દેશભરના લોકોએ રોષ ઠાલવ્યો હતો. પ્રવેશ શુક્લા વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત તેના ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ઘટનામાં ભોગ બનનાર આદિવાસી યુવક સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. ન માત્ર મુલાકાત પરંતુ તે યુવકના પગ પણ ધોયા હતા.

પગ ધોયા બાદ મુખ્યમંત્રીએ કર્યું યુવક સાથે ભોજન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મધ્યપ્રદેશના પેશાબકાંડની વાતો થતી હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી જાણે કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કૃત્યને છૂપાવવાની કોશિશ કરતા હોય તેવી રીતે ભોગ બનેલા આદિવાસી યુવકને મળવા બોલાવ્યા અને તેમને માન સન્માન આપ્યું. ખુરશી પર બેસાડ્યો. તિલક કર્યું, આરતી ઉતારી અને પગ ધોયા. મુખ્યમંત્રીએ તેની માફી પણ માગી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર મુલાકાતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી યુવક સાથે જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. 


મધ્યપ્રદેશ સરકાર કરશે આર્થિક સહાય

આદિવાસી યુવકને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકાર પેશાબકાંડમાં ભોગ બનેલા યુવક દશમત રાવતને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે ઉપરાંત ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાની સહાય પણ કરવામાં આવશે. જિલ્લાધીકારી તરફથી આ માહિતી આપવામાં આવી છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?