મધ્યપ્રદેશ પેશાબ કાંડ: આદિવાસી યુવક પર પેશાબ કરનાર BJPના કાર્યકર્તાના ઘરે પહોંચ્યું બુલડોઝર, તોડી પડાયું ઘર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-06 11:28:57

છેલ્લા એક બે દિવસથી દરેક જગ્યાએ મધ્યપ્રદેશથી સામે આવેલા વીડિયોની ચર્ચા થઈ રહી છે. એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં કથિત રીતે ભાજપના કાર્યકર કહેવાતા પ્રવેશ શુક્લા નામના વ્યક્તિએ એક આદિવાસી યુવક પર પેશાબ કરી હતી.હાથમાં સિગરેટ હતી અને તે આદિવાસી પર પેશાબ કરી રહ્યો હતો. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મધ્યપ્રદેશ સરકાર પણ આ મામલે કડક કાર્યવાહી કરશે તેવી વાત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. ત્યારે કાર્યવાહીના ભાગ રૂપે પ્રવેશ શુક્લા વિરૂદ્ધ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

થોડા કલાકોની અંદર થઈ હતી પ્રવેશ શુક્લાની ધરપકડ  

પેશાબ કાંડને લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર થોડા કલાકોની અંદર મંગળવારે મોડી રાત્રે પ્રવેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. NSA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ગેરકાયદેસર કબજાવાળા ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી નખાયું છે.મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મધ્યપ્રદેશના સિધી જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક અન્ય યુવક પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. બાદમાં માહિતી સામે આવી હતી કે પેશાબ કરનાર યુવક ભાજપનો નેતા છે. પેશાબ કરનાર યુવક ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાના પ્રતિનિધિ પ્રવેશ શુક્લા છે અને પછી તે પ્રવેશ શુક્લાની ધરપકડ થઈ તેના પર NSAની કલમો લગાવવામાં  આવી છે. પહેલા પોલીસે તેની ધરપકડ કરી અને બાદમાં તેની ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દીધું.  

આ ઘટના અંગે શું છે પીડિતનું કહેવું?  

આ બધી ચર્ચાઓની વચ્ચે પ્રવેશ શુક્લાએ જે વ્યક્તિ પર પેશાબ કર્યો હતો તે દશમત રાવતનું સોગંદનામું પણ સામે આવ્યું છે, જેમાં પીડિતે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ખોટો અને નકલી છે. પ્રવેશ શુક્લાએ તેની સાથે આવું કોઈ કૃત્ય કર્યું નથી. આ સોગંદનામામાં પીડિતે કહ્યું છે કે, આદર્શ શુક્લા અને તેના અન્ય સાથીઓએ તેના પર પોલીસ રિપોર્ટ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. તેના બદલામાં પૈસા આપવાનું કહ્યું હતું. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે આ ફેક વીડિયો પ્રવેશ શુક્લાની ઈમેજને ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

પીડિતના પત્નીની સામે આવી હતી પ્રતિક્રિયા 

પણ શું તે દશમત રાવતને વાંચતાં પણ આવડતું હશે? જે કાગળ પર તેની સાઇન કરવામાં આવી તે તેણે વાંચ્યા પણ હશે? આ ઘટના બાદ પીડિતની પત્નીનું નિવેદન આવ્યું તું જેમાં તેણે કહ્યું કે મારા પતિએ કઈ ખોટું કર્યું નથી જો તેણે કઈ ખોટું કર્યું હસેતો તેને સજા મળશે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે શું કોઈ તેના પર દબાણ કરી રહ્યું છે અથવા પોલીસ તેને પરેશાન કરી રહી છે, તો તેણે ના પાડી હતી.


રાહુલ ગાંધીએ કરી આ ઘટનાની નિંદા 

આ ઘટનાને રાજકીય ત્રાજવે પણ તોલવામાં પણ આવી રહી છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી આવવાની છે તો આદિવાસી વોટ બેન્ક તૂટે તેવો પણ ડર છે જ્યારે આ ઘટના બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહએ નિવેદન આપ્યું હતું કે આરોપી સામે કડક કાર્યવાહી થશે એના સિવાય અલગ અલગ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા હતા આ મુદે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે આનાથી આદિવાસીઓ અને દલિતો પ્રતિ ભાજપની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, ભાજપા રાજમાં આદિવાસી ભાઈઓ અને બહેનો પર અત્યાચાર વધતા જ રહ્યા છે. મધ્યપ્રદેશમાં એક ભાજપા નેતાએ અમાનવીય કૃત્યથી માનવતાને શર્મસાર કરી છે. આ ભાજપાનો આદિવાસીઓ અને દલિતો પ્રતિ નફરત અને ઘૃણાસ્પદ સાથેનો અસલી ચહેરો છે. આવી ઘટનાને જોતા હરિશંકર પરસાઈ દ્વારા કહેવામાં આવેલી વાત યાદ આવે છે. हम अपने को प्राचीनतम महान संस्कृति वाले आदर्शवादी और नैतिक मानते है परंतु हमसे ज्यादा नीच और क्रूर जाति दुनिया मे कोई नही । 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?