મધ્યપ્રદેશની ઘટના: બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, આરોપીના ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર!


  • Published By :
  • Published Date : 2023-07-29 18:27:21

દેશમાં સ્ત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓને લક્ષ્મીનો અવતાર માને છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જે માનવતાને શર્મસાર કરી દેતા હોય છે. નાની બાળકીઓને હેવાનો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક દિલ દહેલાઈ દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિએ 11 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે વ્યક્તિએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીનો ટુકડો નાખી દીધો છે. છોકરીના શરીર પર દાંતથી બચકા ભરેલા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


11 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ!

અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. 11 વર્ષીય દીકરી પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર છોકરી એક મંદિર પાસે ફૂલોની માળા વેચતી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છોકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીઓ છોકરીને વાતોમાં બહેલાવીને પહાડી વિસ્તારમાં લઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એસડીઓપીના જણાવ્યા અનુસાર દીકરીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટના ગુરૂવાર બપોરે બની હોય તેવું અનુમાન છે. પરિવારને જ્યારે તે દીકરી મળી ત્યારે તે ખૂનથી લતપત હાલતમાં હતી. સારવાર માટે બાળકીને લોકલ હોસ્પિટલ ખસડેવામાં આવી. પરંતુ તે બાદ મેડિકલ કોલેજ તેને શિફ્ટ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર બાળકીની હાલત ગંભીર છે. 


આરોપીના ઘરો પર ફરી વળ્યું બુલ્ડોઝર 

ઘટનાની જાણ પ્રશાસનને થતાં આ મામલે ત્વરીત પગલા લેવામાં આવ્યા. આમાં જે આરોપીઓ હતા તેમની ગેરકાયદેસર મિલકત પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ગેરકાયદેસરવાળી મિલકત પર બુલ્ડોઝર ફેરવીએ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કાયદાથી પર કોઈ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.