Gujaratમાં BJPના મહિલા નેતા Madhuben Joshiની પાડોશીએ કરી ધોળા દિવસે હત્યા, કાયદો વ્યવસ્થા નેવે મુકાયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-16 12:06:13

ગુજરાતમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મારા-મારી, હત્યાના બનાવો બની રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ અનેક મારામારીની તેમજ હત્યાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં કાયદાનો લોકોને ડર જ ન હોય તેવું લાગે છે. નાની નાની વાતમાં લોકો એકબીજાની હત્યા કરવા તત્પર બન્યા હોય તેવું લાગે છે. ક્યાંક ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થાય અને હત્યા કરવામાં આવે તો ક્યાંક પાર્કિંગને લઈ આવા બનાવો બને છે. ત્યારે ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભાજપના મહિલા નેતા પર હુમલોનો શિકાર બન્યા છે. આ હુમલો એટલો ગંભીર હતો કે મહિલા નેતાનો જીવ બચી ન શક્યો.

ભાજપના મહિલા નેતા પર થયો હુમલો   

રાજ્યમાં ગુનાખોરી એકદમ ઝડપતી વધી રહી છે, તેના ઉદાહરણો પણ તમને આપવાની જરૂર નથી. લોકોની સહન કરવાની ક્ષમતા એ હદે ઘટી ગઈ છે કે  નાની નાની વાત પાર ખુનસ રાખીને કોઈને પણ મારી નાખે છે! ફરી એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં સત્તા પક્ષના ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા કરી નાખવામાં આવી છે. ભાજપના મહિલા નેતાની હત્યા તેમના પાડોશીએ કરી છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વિગતવાર વાત કરીએ તો વાત એમ હતી કે પહેલા બંને વચ્ચે પક્ષો વચ્ચે વાહન ટકરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.  જે આરોપીએ નેતા પર હુમલો કર્યો છે તેમના નામ છે ઋષિક મહેતા, જયઓમ મહેતા તેમજ હરિઓમ મહેતા છે. જે લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે તેમની ઉંમર નાની છે. એકની ઉંમર 22 વર્ષ છે, બીજાની ઉંમર 20 વર્ષની છે જ્યારે ત્રીજા આરોપીની ઉંમર 18 વર્ષની છે. 

તિક્ષ્ણ હત્યા વડે નેતા પર કરાયો હુમલો 

આ મહિલા નેતા ઠપકો આપવા આરોપીના ઘરે ગયા હતા અને મામલો ઉગ્ર બનતા ભાજપના મહિલા નેતાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી. ઘાયલ અવસ્થામાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પણ તેમનો જીવ ન બચી શક્યો. આ હુમલામાં મૃતક મહિલા નેતાના પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નજીવી બાબતને ધ્યાનમાં રાખી મોતને ઘાટ લોકોને ઉતારી દેવામાં આવ્યા છે. 


કાયદાનો લોકોને રહ્યો જ નથી ડર!

મધુબેન ઘારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા, જિલ્લા સંગઠનમાં પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યાં છે, તેઓ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા,અને એટલે ક્યારે સત્તા પક્ષના નેતા સાથે એવું કઈ થાય તો ઘણા બધા સવાલો ઉભા થાય છે પોલીસ આ હત્યા કેસની તપાસમાં લાગી ગઈ છે. આરોપી પોલીસની પકડમાં છે પરંતુ આમાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન છે. આવી વધતી ઘટનાઓને જોતા લાગે છે કે પોલીસનો, કાયદાનો લોકોને ડર જ નથી.ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એકદમ ખરાબ થઈ ગઈ છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?