ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્યને ટિકિટ ન મળતા તેમણે ભાજપ તરફી નારાજગી દેખાઈ રહી છે ભાજપે 160 ઉમેદવારોની યાદ જાહેર કરી હતી જેમાં મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું હતું હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે ભાજપે તેમની ટિકિટ કાપી નાખતા તેમના ઘરે ચાહકો ઉમટી પડ્યા હતા અને પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને તેમણે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે
મધુશ્રીવાસ્તવનો ભાજપ પ્રત્યે પ્રેમ
મધુશ્રીવાસ્તવે છેલ્લા એક મહિનાથી ભાજપ હાઇકમાંડની ઊંઘ હરામ કરી નાખી હતી. તેઓએ ઘણી વાર મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "ભાજપથી મને પ્રેમ છે ભાજપ મને જ ટિકિટ આપશે" ટિકિટ કપાયા પછી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ચુંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ બીજી કોઈ પાર્ટીમાં નહીં જાઉ હું ભાજપનો છું અને ભાજપનો રહેવાનો છું. ચૂંટણી લડ્યાં પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું.
મધુ શ્રીવાસ્તવ 25 વર્ષથી ધારાસભ્ય
આ ધારાસભ્યને ઘણી વાર દાદાગીરી કરતાં અને દબંગાઈ કરતાં જોવા મળે છે છતાં વાઘોડિયાની જનતા આ ધારાસભ્યને 25 વર્ષથી ચૂંટતી આવે છે. તેઓ પહેલી વાર અપક્ષમાંથી ધારાસભ્ય થયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા 1995થી તેઓ ધારાસભ્ય છે પણ વખતે દિશા બદલે તેવું લાગી રહ્યું છે