લ્યો હવે ચૂંટણી સુધી ગોપાલ ઇટાલિયાનો રોજ એક વીડિયો વાયરલ થશે ?????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:13:57


હજુ ગોપાલ ઇટાલિયા એક વિવાદિત વિડિયોથી છૂટયા નથી ત્યાંતો આજે એમનો બીજો વીડિયોવાઇરલ થઈ ગયો છે. આ વખતે ગોપાલ ઇટાલિયા વડાપ્રધાનના માતા હીરાબા વિષે ટિપ્પણી કરતાં દેખાય રહ્યા છે 



શું ચૂંટણી સુધી રોજ એક વીડિયો વાયરલ થશે ?


રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ AAP અને BJPની ટક્કર વધતી દેખાઈ રહી છે. બંને પક્ષો એકબીજા પર પ્રહાર કરતાં જોવા મળે છે ભાજપ  તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પોતાના જૂના નિવેદનોના કારણે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે.  


હજી એક વીડિયોમાંથી છૂટયા નથી ત્યાં બીજો આવી ગયો !!!!


ગોપાલ ઇટાલિયાનો વધુ એકવીડિયોવાઇરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા  હીરા બાને ટાર્ગેટ કરીને આપત્તિજનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ  ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી, મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.



પેહલા વાઇરલ થયેલો વીડિયો  !!!!!


તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા મહિલાને સંબોધીન સલાહ આપતો વિડિયો વાઇરલ થયો હતો. જે વિડિયો 2018ના હતો  વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો, મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇ


કાલે ગોપાલ ઇટાલિયાની થઈ હતી અટકાયત !!! 


ગત રોજ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચતા અટકાયત  કરી હતી. 

અને છૂટયા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે  મારો પક્ષ રાખવા અહીં આવ્યો હતો અને મારી અટકાયત કરી લીધી, વારંવાર મને ટાર્ગેટ કરવામાં આવે છે, આખો દિવસ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો, મારો ગુનો શું છે ? હું પાટીદાર યુવાન છું અને BJP પાર્ટી પાટીદારોને નફરત કરે છે” આ બીજી તરફ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના લોકોના ભારે દબાણથી ગોપાલ ઈટાલિયાને છોડવા પડ્યા, આ ગુજરાતના લોકોની જીત છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?