મહીસાગર CDHOની કિન્નાખોરી, લુણાવાડા નોડલ ઓફિસરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ, કર્મચારીએ CMOને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:04:46

સરકારી કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓના પૂર્વગ્રહના કારણે કેવું હેરાન-પરેશાન થવું પડે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ઘણી વખત એવું પણ બને છે કે ઉપરી અધિકારીઓ તેમના અંગત કામ માટે કે ઘરના કામ માટે પણ હાથ નીચેના કર્મચારીઓનો ઉપયોગ કરતા હોય છે. જો કોઈ કર્મચારી અંગત કામ કરવાની ના પાડે તો તેને બીજી રીતે હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારીનો ઘરના કામો કરવાનો ઈન્કાર કરતા અંતે પહેલા તેમની માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આટલાથી પણ સંતોષ ન થતો હોય તેમ તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યું કર્યો ન હતો. નોડલ ઓફિસર ઓફિસર ડો. દત્તુ રાવલે તેમને થયેલા અન્યાયના મામલે સીએમ ઓફિસને પણ પત્ર લખ્યો છે તો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.



મહીસાગર CDHOની  કિન્નાખોરી


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી એવા મહીસાગર CDHOએ કિન્નાખોરી રાખી તેમને માનસિક ત્રાસ આપ્યો અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ ન કરતા હાલ આ કર્મચારી માનસિક તણાવ અનુભવી રહ્યો છે. મહીસાગર  CDHO ડો. દત્તુ રાવલ પાસે તેમના ઘર કામ જેવા કે ફર્નિચર, AC ફિટિંગ, આરો ફિટિંગ સહિતના કામે કરાવતા હતા. જો  કે એક દિવસ ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી CDHO ને તેમના અંગત કામો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ જ બાબતની દાઝ રાખીને  CDHOએ પહેલા તો દત્તુ રાવલને માનસિક ત્રાસ આપવાનું અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યુ નહીં કરીને તેમની પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી.   


તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાયની અવગણના


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) ડો. દત્તુ રાવલની સારી કામગીરીને જોતા તાલુકા હેલ્થ ઓફિસરે પણ તેમનો કાન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસરે 14-07- 2023ના રોજ તેમણે 5 રિન્યુ માર્ક્સ આપ્યા હતા, ખરેખર તો કર્મચારીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે  તેને 3 માર્ક્સની જ જરૂર પડતી હોય છે તેમ છતાં તાલુકા હેલ્થ ઓફિસરે 5 માર્ક્સ આપ્યા છે જે તેમની સારી કામગીરી દર્શાવે છે. ડો. દત્તુ રાવલને પાલનના રાજ્યકક્ષાના વર્કશોપમાં માર્ચ 2023 શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ પણ મળી ચુક્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?