મહીસાગરઃ લુણાવાડા ભાજપના નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:03:31

ભાજપના પીઢ નેતાએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેપી પટેલ ત્રણ ટર્મ મહીસાગરના ભાજપ જિલ્લા પ્રમુખ પદે સેવા આપી હતી. ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને રીપીટ કર્યા છે. અગાઉ 2019માં જીજ્ઞેશ સેવકે લુણાવાડાની સીટ ભાજપને અપાવી હતી. આ વખતે જેપી પટેલને મોકો ના મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપના તમામ પ્રાથમિક હોદા પરથી રાજીનામું આપી દીધું છે. 


મને પાર્ટીથી નહીં ઉમેદવારથી વાંધો છેઃ જેપી પટેલ

પક્ષ સામે વિરોધ નહીં પરંતુ ઉમેદવાર સામે વિરોધ હોતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેપી પટેલે દાવો કર્યો હતો કે હું ચોક્કસ જીતીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ભાજપ સાથે કોઈ નારાજગી નથી. મને ભાજપે જાહેર કરેલા ઉમેદવારથી વાંધો છે. મને ભાજપે મોકો નથી આપ્યો તેનાથી મને કોઈ વાંધો નથી. મારે પાર્ટી સાથે નહીં પણ ઉમેદવાર સાથે વાંધો છે. માત્ર મને જ નહીં પણ લુણાવાડાના લોકોને પણ જીજ્ઞેશ સેવક સામે નારાજગી છે. 


ભાજપે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવકને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નટવરસિંહ સોલંકી અને કોંગ્રેસે ગુલાબસિંહને મોકો આપ્યો છે. મહીસાગર જિલ્લાની 2.60 લાખ મતદારો ધરાવતી લુણાવાડા બેઠક  2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવકે મેળવી હતી. વર્ષ 2017માં રતનસિંહ રાઠોડ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. લુણાવાડા બેઠક પર 34 ટકા બક્ષી પંચના ઉમેદવાર છે જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?