દેવદિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગહણ થવાનું છે. ગ્રહણના થોડા કલાકો પહેલા મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન વેધ લાગી જતો હોય છે. દેવદિવાળીના દિવસે ગ્રહણ હોવાને કારણે શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.
દેવદિવાળીના દિવસે અંબાજી મંદિર રહેશે બંધ
ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે 6:30 વાગે થતી આરતી સવારે 4:00 વાગ્યે કરવામાં આવશે. આરતી થયા બાદ મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉપરાંત રાત્રીના 6:30 વાગે થતી આરતી 9:30 કલાકે કરવામાં આવશે. જે બાદ મંદિર મંગળ કરી દેવામાં આવશે. જે બાદ નવ ડિસેમ્બરથી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
અમદાવાદના મંદિરોમાં પળાશે ગ્રહણ
અમદાવાદમાં આવેલા અનેક મંદિરોમાં પણ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. નગરદેવી ભદ્રકાલી મંદિર સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે લાલદરવાજામાં આવેલ ગણપતિ મંદિર બપોરના એક વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે.
ચંદ્રોદય સાથે જોવા મળશે ચંદ્રગ્રહણ
આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ દિશાના રાજ્યોમાં દેખાવાનું છે જ્યારે બીજા રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. સાંજના ચાર વાગે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં ચંદ્રોદય સાથે ચંદ્રગ્રહણ પણ દેખાશે. આ અગાઉ દિવાળીના દિવસો દરમિયાન સૂર્યગ્રહણ થયું હતું.