લુના-25 ક્રેશ: રશિયાનું મૂન મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી પર પટકાયું, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:28:10

રશિયા તેના લુના-25 અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માંગતું હતું, પરંતુ તેની આશા ઠગારી નીવડી છે. રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. ઑગસ્ટ 19ના રોજ, લ્યુના 25 પ્રી-લેન્ડિંગ લંબગોળ ભ્રમણકક્ષામાં જઈ રહ્યું હતું ત્યારે તેનો મોસ્કો સાથેનો સંપર્ક સ્થાનિક સમય મુજબ 14:57 વાગ્યે તૂટી ગયો હતો. અગાઉ, ભારતનું ચંદ્રયાન-2 પણ સપાટી પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું.


રશિયન સ્પેશ એજન્સીએ શું કહ્યું?


રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે જણાવ્યું હતું કે રશિયાનું ચંદ્ર મિશન તે સમયે નિષ્ફળ ગયું જ્યારે તેનું અવકાશયાન લુના-25 નિયંત્રણ બહાર થઈ ગયું અને ચંદ્રની સપાટી સાથે ટકરાતા જ તૂટી પડ્યું હતું,  લુના-25 ભારતના ચંદ્રયાન-3ના બે દિવસ પહેલા સોમવારે ચંદ્ર પર ઉતરવાનું હતું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું હતું. આ ક્રેશની માહિતી રોસ્કોસ્મોસ તરફથી આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે લુના-25ના 'અસામાન્ય સ્થિતિમાં' ફસાયા હોવાની માહિતી આપી હતી. અવકાશ એજન્સીએ રિપોર્ટ આપ્યો હતો કે અવકાશયાન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ગયું હોવાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.


હવે Luna-26 લોન્ચ કરવામાં આવશે


રશિયા માટે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના મધ્યમાં ચંદ્ર પર મિશન મોકલવું એ માત્ર રિસર્ચનો જ નહીં પરંતુ તેની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન હતો. લુના-25નું નામ ચંદ્ર મિશનની લુના શ્રેણીના ભાગ રૂપે રાખવામાં આવ્યું હતું. 1960 અને 1970 ના દાયકામાં, સોવિયેત સંઘે લુના શ્રેણીમાં ઘણા પ્રયોગો કર્યા. 1976માં લોન્ચ થયેલું લુના-24 ચંદ્રની સપાટી પર ઉતરનાર છેલ્લું અવકાશયાન હતું. Luna 25 પછી રશિયા આગામી ત્રણ વર્ષમાં Luna-26 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?