કોરોનાના કહેર બાદ લમ્પી વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. અનેક ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી રહી છે. દેશભરમાં 58 હજારથી વધુ ગાયો લમ્પી વાયરસને કારણે મોતને ભેટી છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આ રોગએ 16 રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. સૌથી વધુ રાજસ્થાન રાજ્ય પ્રભાવિત થયું છે.
લમ્પી વાયરસના કેસ વધતા સરકારનો એક્શન પ્લાન
અનેક ગાયો લમ્પી વાયરસથી પ્રભાવિત થઈ મોતને ભેટી રહી છે. લમ્પી વાયરસનો કહેર 16 રાજ્યોમાં પહોંચી ગયો છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે લમ્પી વાયરસનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાઈ ગયો છે જે દ્વારા રાજ્યો સાથે સંકલન કરાઇ રહ્યું છે. તમામ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપાઈ રહ્યું છે. સૌથી પ્રભાવિત થયેલા રાજસ્થાન સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
કોરોના બાદ વધતા લમ્પી વાયરસના કેસ
કોરોના બાદ લમ્પી
વાયરસના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગૌધનને હાની પહોંચતા પશુપાલકો
પણ ચિંતામાં આવી ગયા છે. ગાયમાતાના મોતની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વધુ
ગાયો લમ્પી વાયરસને કારણે પ્રભાવિત ન થાય તે માટે વેક્સિનેશન પર ધ્યાન આપવા સરકાર પશુપાલકોને
કહી રહી છે.