દિલ્હીના એલજી વિનય કુમારે અરવિંદ કેજરીવાલને એક ઝટકો આપ્યો છે. એલજીએ 97 આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી છે જેથી આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. એલજીએ પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે.
ભાજપે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર
ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે આમ આપે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસા ખર્ચ કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. એલજીએ કહ્યું કે કેજરીવાલે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી હતી પેપરમાં છપાયા હતા. આ વાતને લઈ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે આપે જનતા પૈસા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચ કરી દીધા. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરી દિલ્હીનો વિકાસ કરવાનો હોય.
આમ આદમી પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર
એલજીના આ આદેશ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું હતું.ભારદ્વાજે કહ્યું કે જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે તેમ તેમના લવ લેટર વધતા જશે.