LRD વેઈટીંગના મુદ્દે લડી રહેલા લોકોને સેન્ટ્રલ જેલ લઈ જવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 23:22:39

LRD વેઈટીંગ ઓપરેટ કરવા માટે આંદોલન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર પોલીસ વરસી, ગાંધીનગરમાં ફરીયાદ દાખલ કરાઈ હતી, પણ કોઈએ ધરણા કે ઉપવાસ ના છોડ્યું, પોલીસની સમજાવટ પછી ગાંધીનગર પણ ના છોડ્યું, ગાંધીનગર પોલીસ એમને પોતાની સાથે લઈ ગઈ, મામલતદાર સામે રજૂ કર્યા તો પણ કોઈએ બાંહેધરીપત્ર પર સહી ના કરી તો પોલીસ ધરપકડ કરીને બધાને લઈને સેન્ટ્રલ જેલ, અમદાવાદ લઈને આવી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ છોડાવ્યા હતા

આ મહીલાઓએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી તો ત્યાં સમર્થનમાં ગયેલા જીગ્નેશ મેવાણીએ લડાઈને સમર્થનના આશ્વાસન સાથે ઉપવાસ તો છોડાવ્યા હતા પણ આંદોલન ચાલુ રહેતા ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી, પોલીસની જાહેરાત પરથી લાગી રહ્યું હતુ કે સરકાર હવે મુદ્દાઓમાં સુલેહ કે સોલ્યુશનના નહીં પણ આંદોલન તોડવાના મૂડમાં છે. 

ગાંધીનગર એટલે આંદોલનનું પાટનગર, અને સૌથી કલંકીત ઈતિહાસ વાળી ભરતી એટલે LRD-2018, કેમ કે હજુ માલધારીઓના એસ.ટી.પ્રમાણપત્ર અને સામે આદીવાસીઓનો વિરોધ આ મામલે મુ્દ્દો હજુ ઉલજેલો જ છે, ઉપરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત પછી પણ કોઈ ઠરાવ ના થયો અને વેઈટીંગ ઓપરેટ ના કરાયું હોવાથી વિરોધ યથાવત છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?