છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે વિવિધ ક્ષેત્રોના લોકો આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના સમયે આંદોલનકારીઓએ ગાંધીનગર ઘેરી લીઘું હતું. પોતાની પડતર માગ લઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે ફરી એક વખત આંદોલન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. ગાંઘીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યું હતું.
LRD 2022ના ઉમેદવારોએ કર્યો ગાંધીનગરનો ઘેરાવો
ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાની પડતર માગણીઓને લઈ વિવિધ ક્ષેત્રોના લોકોએ ગાંધીનગરને ઘેરી લીધું હતું. ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. આજે ફરી એક વખત LRD 2022ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્રણથી 4 મહિનાથી લટકી પડેલા કોમન ઉમેદવારોનું નિરાકરણ લાવવા માગ કરી હતી.
ફરી એક વખત ગુજરાતમાં શરૂ થશે આંદોલનનો દોર??
ઘણા સમયથી તેઓ સરકાર સમક્ષ પોતાની માગ રાખી રહ્યા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે પોતાની માગણીને લઈ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમણે આંદોલનનો માર્ગ પકડ્યો છે. પરંતુ એકત્ર થયેલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે.