શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે? જાણો ક્યારે જાહેરાત થઈ શકે છે


  • Published By :
  • Published Date : 2023-09-08 19:17:57

કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવી શકે છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવાનો મોટો નિર્ણય કરે તેવી સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કિંમતોમાં જ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  દેશના એક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઘટાડાની ઘોષણા કરી શકે છે. જો આવું થાય તો લોકો માટે મોટા રાહતના સમાચાર કહીં શકાય.


શા માટે સંભાવના પ્રબળ બની 


રાજકિય નિષ્ણાતો અને આર્થિક બાબતોના વિષ્લેષકોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.  ત્યાર બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતીમાં સરકારને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે.  ચૂંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો ન વકરે તે માટે મોદી સરકાર સતર્ક છે. આ માટે ફેસ્ટિવ સીઝનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે.  જો પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવો પર નજર કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો એક લિટરની કિંમતમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે જનતા માટે મોટી ભેટ હશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.