મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડ્યા પર પાટું મારતા હોય તેમ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023 રવિવારથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિક્યો છે. રાજધાની દિલ્હી સહિતના દેશના મોટા શહેરોમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.
The price of a commercial LPG cylinder increased by Rs 25/per cylinder. No increase in rates of domestic LPG cylinders. With this increase, the commercial cylinder price in Delhi is Rs 1,769 with effect from today. pic.twitter.com/Xn9iifXhIO
— ANI (@ANI) January 1, 2023
4 મહાનનગરોમાં કેટલી કિંમતો વધી?
The price of a commercial LPG cylinder increased by Rs 25/per cylinder. No increase in rates of domestic LPG cylinders. With this increase, the commercial cylinder price in Delhi is Rs 1,769 with effect from today. pic.twitter.com/Xn9iifXhIO
— ANI (@ANI) January 1, 2023આજથી જ દેશના ચાર મુખ્ય શહેરોમાં ભાવ વધારાની વિગતો આ પ્રમાણે છે, રાજધાની દિલ્હીમાં 19 કિલોનો બાટલાનો ભાવ વધીને 1769, મુંબઈમાં 1721, કોલકાતામાં 1870 અને ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રૂપિયા વધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સરકારે નવેમ્બર-2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 115.50 રૂપિયાના ભાવ ઘટાડ્યા હતા.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ 2022 માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.