માર્ચની શરૂઆત થતાં જ મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. તહેવાર પહેલા ગેસના ભાવ વધતા મોંઘવારીનો ભાર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ઘરેલું ગેસના ભાવમાં 50 રુપિયાનો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ભાવ વધારો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.
ભાવ વધતા ખોરવાશે ગૃહિણીઓનું બજેટ
દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે.
આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો
ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રુપિયા 50નો વધારો કરાયો છે જ્યારે 350 રુપિયાનો ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. જેને કારણે 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2119.50 રુપિયે મળશે જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રુપિયે મળશે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.