મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે વાયદા કરવામાં આવતા હતા કે મોંઘવારીને કંટ્રોલ કરવામાં આવશે. માત્ર થોડા દિવસોમાં મોંઘવારી પર અંકુશ લાગશે વગેરે વગેરે... પરંતુ પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. થોડા દિવસો બાદ તહેવારોની સિઝન શરૂ થવાની છે અને તે પહેલા મોંઘવારીએ માઝા મૂકી છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. પેટ્રોલિયમ કંપનીએ ફરી એક વખત ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડના ભાવમાં 100 રુપિયા કરતા વધુનો ભાવ વધારો કરાયો છે. મહત્વનું છે કે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો તોતિંગ ભાવ વધારો
દિવાળીના તહેવારને ભલે માત્ર ગણતરીના દિવસો બાકી છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જ્યારે આપણે કોઈ સામાન ઘરે લાવતા હોઈએ છીએ ત્યારે જો કોઈ વડીલ તે ભાવને સાંભળે તો તે અનેક વખત કહેતા હોય છે કે અમારા વખતે આટલી મોંઘવારી ન હતી. ખેર એ વખતની વાત અલગ હતી અને આજની વાત અલગ છે. ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં 100રુપિયાથી વધારેનો ભાવ ઝિંકાયો છે.19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવ પેટ્રેલિયમ કંપની દ્વારા વધારવામાં આવ્યા છે.
ગેસ સિલિન્ડર માટે આટલા ચૂકવવા પડશે પૈસા
આજથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1833 રૂપિયા હશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તે વધીને 1785.50 રૂપિયા થયો છે. જે પહેલા 1684 રૂપિયા હતો. કોલકાતામાં 1839.50 રૂપિયાની જગ્યાએ હવે તે 1943 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ છે. જે પહેલા 1898 રૂપિયા હતી. મહત્વનું છે કે ઓક્ટોબર મહિનામાં અનેક રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો હતો.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી કરાયો ફેરફાર
કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેલ કંપનીઓ દર મહિને ભાવ નક્કી કરતી હોય છે. તેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા.. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટલોમાં, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વધારે થતો હોય છે. ત્યારે તે જગ્યા પર વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.