Election effect: LPG સિલિન્ડરના ભાવમાં રૂ.200નો ઘટાડો, ઉજ્જવલા લાભાર્થીઓને પણ થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-08-29 20:14:37

આ વર્ષે દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના જેવા મહત્વના 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024ની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી પણ છે. આ સ્થિતિમાં મોંઘવારી એક મોટો ચૂંટણી મુદ્દો છે. વિપક્ષો પણ  કમર તોડ મોંઘવારી અને રાંધણગેસના ભાવના મુદ્દા પર મોદી સરકાર પર પ્રહારો કરે છે ત્યારે મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉજ્જવલા યોજનાના 10.35 કરોડ લાભાર્થીઓને બમણો લાભ મળશે. તેમને સિલિન્ડર માર્કેટ રેટ કરતા 400 રૂપિયા સસ્તું મળશે. અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે. 


ઉજ્જવલા લાભાર્થીઓને બમણો લાભ


ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ મળી રહેલી 200 રૂપિયાની સબસિડી ચાલુ રહેશે. પહેલેથી જ મળેલી સબસિડી સિવાય, આ યોજનાના તમામ ગ્રાહકોને રૂ.200ની વધારાની સબસિડી મળશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટના આ નિર્ણય બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. ઉલ્લેખનિય છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશભરમાં 9 કરોડ 60 લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં 400 રૂપિયા આવશે. એટલે કે તેમને સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, ઉજ્જવલા ગ્રાહકો માટે 400 રૂપિયાની સબસિડી અને અન્ય ગ્રાહકો માટે 200 રૂપિયાની સબસિડી મળશે.


LPG પર સબસિડી તો બંધ છે


ઉલ્લેખનિય છે કે દેશના મોટા ભાગના લોકોને જૂન, 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી નથી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયાનું થઈ ગયું છે.


રાજ્યના 4 મોટા શહેરમાં શું છે ભાવ?


ગુજરાતમાં વિવિધ મોટા શહેરોમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો જોવામાં આવે તો. અમદાવાદમાં 1110 રુપિયા પ્રતિ સિલિન્ડર, ભાવનગરમાં 1111 રુપિયા પ્રતિ સિલિન્ડર, ગાંધીનગરમાં 1110.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, જામનગરમાં 1115.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, રાજકોટમાં 1108 રુપિયા પ્રતિ સિલિન્ડર, સુરતમાં 1108.50 રુપિયા પ્રતિ સિલિન્ડર અને વડોદરામાં 1109 રુપિયા પ્રતિ સિલિન્ડર ગેસની કિંમતો જોવા મળે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?