પડતા પર પાટું : પહેલા ગેસ સબસિડી બંધ, હવે સરકારે સિલિન્ડરની સંખ્યા પણ મર્યાદિત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:33:55

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોની રાંધણ ગેસની સબસિડી પણ કેન્દ્ર સરકારે બંધ કરી. હવે  કેન્દ્ર સરકારે જનતાની મુસીબત વધારતો બીજે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે વર્ષ દરમિયાન એક પરિવાર દીઠ માત્ર 15 એલપીજી સિલિન્ડર જ આપશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા નોન-ઉજ્જવલા કેટેગરીના ગ્રાહકો કે જેમનો પરિવાર મોટો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડશે.


15 LPG સિલિન્ડર લેવા માટે કારણ જણાવવું ફરજિયાત


એલપીજી સિલિન્ડરના વપરાશને લઈને કેપિંગ સિસ્ટમ લાગુ થવાથી માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે. આનાથી વધુ સિલિન્ડર લેવા માટે ગ્રાહકે કારણ જણાવવું પડશે અને દસ્તાવેજો પણ આપવા પડશે. રેશન કાર્ડ સંબંધિત દસ્તાવેજો, પરિવારના સભ્યોની સંખ્યાની વિગતો આપવાની રહેશે. આ દસ્તાવેજોની વિગતો વિતરક દ્વારા ચકાસવામાં આવશે. આ પછી જ 15 થી વધુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે.નવા નિયમ હેઠળ ગ્રાહકો મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. સામાન્ય પ્રક્રિયા હેઠળ એક વર્ષમાં કુલ 15 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે. જો કે એક વર્ષમાં 15 થી વધુ એલપીજી સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


તમામ ગેસ કંપનીઓ માટે નિયમોનું પાલન અનિવાર્ય


કેપિંગ સિસ્ટમ તમામ તેલ અને ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજરેવ નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?