LPG સિલિન્ડરના ભાવ 4 વર્ષમાં 56 ટકા વધ્યા, પણ સબસિડી જબરદસ્ત ઘટી, આંકડા શું કહે છે, જાણો


  • Published By :
  • Published Date : 2023-03-05 17:30:12

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાની વૃધ્ધી કરી છે. સરકારે આ ભાવ વધારો કર્યા બાદ LPG સિલિન્ડરની કિંમત  1,103 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતું આંકડા પરથી જાણવા મળે છે કે સિલિન્ડરની કિંમતોમાં છેલ્લા 4 વર્ષમાં લગભગ 56 ટકાનો વધારો થયો છે.


4 વર્ષમાં ભાવ વધારાનો સીલસીલો 


દેશભરમાં 1 એપ્રિલ, 2019ના રોજ સ્થાનિક LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની છૂટક વેચાણ કિંમત 706.50 રૂપિયા હતી. 2020માં તે વધીને 744 રૂપિયા થઈ ગઈ. આ પછી 2021માં 809 રૂપિયા અને 2022માં 949.50 રૂપિયા થઈ ગયા. આ વર્ષે 1 માર્ચે કિંમત 1,053 રૂપિયા હતી જે વધીને હવે 1,103 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે, સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં LPG પરની કુલ સબસિડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


ભાવ વધ્યા પણ સબસિડી ઘટી


છેલ્લા ચાર વર્ષમાં સરકાર દ્વારા આપવામાં આવેલી LPG પર સબસિડીના આંકડા પરથી જાણવા મળે છે કે 2018-19માં તે 37,209 કરોડ રૂપિયા હતી. 2019-20માં તે ઘટીને રૂ. 24,172 કરોડ, 2020-21માં રૂ. 11,896 કરોડ અને 2021-22માં તે ઘટીને રૂ. 1,811 કરોડ રહી ગઈ છે.


ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ કનેક્શન


પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ  કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) 2016 હેઠળ દેશભરમાં ગરીબ પરિવારોને સસ્તા દરે LPG કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે હેઠળ સમગ્ર દેશમાં 8 કરોડ LPG કનેક્શન આપવામાં આવ્યા છે. ઉજ્જવલા 2.0 હેઠળ 1 ફેબ્રુઆરી 2023 સુધીમાં 1.6 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. COVID-19 રોગચાળા દરમિયાન ગરીબ સહાય સ્વરૂપે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળ 1 એપ્રિલ, 2020 થી ઉજ્જવલા લાભાર્થીઓને ત્રણ મફત એલપીજી રિફિલ પ્રદાન કરવાની યોજનાની જાહેરાત કરી હતી.


કંપનીઓએ લાભાર્થીઓને આપ્યા રૂ. 9670.41 કરોડ


દેશની અગ્રણી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ  (OMC)એ LPG રિફિલ ખરીદવા માટે PMUY લાભાર્થીઓના બેંક ખાતામાં 9670.41 કરોડ ટ્રાન્સફર કર્યા છે. PMUY હેઠળ લાભાર્થીઓએ 14.17 કરોડ રિફીલનો લાભ લીધો છે. PMUY લાભાર્થીઓમાં LPG ના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવા માટે, મે 2022 થી, સરકારે PMUY ગ્રાહકોને નાણાકીય વર્ષ 2022-23 માટે એક વર્ષમાં 12 સુધીના રિફિલ માટે પ્રતિ 14.2 કિલો રિફિલ દીઠ રૂ. 200ની વધારાની સબસિડી શરૂ કરી છે. જો કે PMUYના કારણે સરકારી ઓઈલ કંપનીઓ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ કારણે સરકારે તાજેતરમાં જ કંપનીઓને 22000 કરોડ રૂપિયાની એક વખતના વળતરને મંજૂરી આપી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે