રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગરીબ પરિવારોને માત્ર 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે આ જાહેરાત એવા પરિવારો માટે કરી છે જેઓ ગરીબી રેખા નીચે છે અને તેમને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની નવી યોજના 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવશે, જેના માટે તેઓ આવતા મહિને રજૂ થનારા બજેટમાં જોગવાઈ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના અલ્વરમાં આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મોટી જાહેરાત કરી હતી.
राजस्थान में BPL और उज्ज्वला योजना के अंतर्गत आने वाले लोगों को 1 अप्रैल से '500 रुपए' में मिलेगा रसोई गैस सिलेंडर।
मुख्यमंत्री, श्री @ashokgehlot51 की बड़ी घोषणा।#AlwarBoleBharatJodo pic.twitter.com/aD56DWwxo1
— Congress (@INCIndia) December 19, 2022
એક વર્ષમાં 12 સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં
राजस्थान में BPL और उज्ज्वला योजना के अंतर्गत आने वाले लोगों को 1 अप्रैल से '500 रुपए' में मिलेगा रसोई गैस सिलेंडर।
मुख्यमंत्री, श्री @ashokgehlot51 की बड़ी घोषणा।#AlwarBoleBharatJodo pic.twitter.com/aD56DWwxo1
પોતાની નવી યોજના વિશે માહિતી આપતાં ગેહલોતે કહ્યું કે આવતા મહિને તેમની સરકાર રાજ્યનું નવું બજેટ રજૂ કરશે, જેમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને સસ્તો રસોઈ ગેસ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી રાજ્યની ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકોને 1,040 રૂપિયાના LPG સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ આવા પરિવારોને એક વર્ષમાં 12 સિલિન્ડર સસ્તા ભાવે આપવામાં આવશે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા તેમના નવા બજેટમાં જનતા પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે કિટ વિતરણની યોજના પણ લાવવામાં આવશે.
મોદી સરકારે ગેસ કનેક્શન આપ્યું પણ સિલિન્ડર ખાલી-ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે ગરીબોને રાંધણગેસ કનેક્શન આપ્યા, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમત રૂા.400થી વધીને રૂ.1040 થઇ જવાના કારણે તેમના ઘરમાં સિલિન્ડર ખાલી પડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકાર સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે એક પછી એક અનેક પગલાં લેવા જઈ રહી છે. ગેહલોતે કહ્યું કે તેમની સરકાર માત્ર 50 યુનિટ સુધી મફત વીજળી જ નથી આપી રહી, પરંતુ ખેડૂતોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવી રહી છે. આના કારણે રાજ્યના 46 લાખ ખેડૂતોને વીજળી ખર્ચવા માટે તેમના ખિસ્સામાંથી કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.