પંચમહાલ: મોરવા હડફ તાલુકાના પરબીયા ગામે પ્રેમી યુગલને થાંભલે બાંધીને ફટકારતા હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-21 22:09:53

આદિવાસી વિસ્તારમાં અવાર નવાર સમાચાર આવતા રહે છે જેમાં યુવક કે યુવતીઓને ઝાડ સાથે કે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવતો હોય છે. મીડિયામાં આવી ઘટના સામે આવે એટલે તેને તાલીબાની સજાના રૂપમાં જોવામાં આવે છે અને કહેવાય છે કે ફલાણા ફલાણા જગ્યા પણ ફલાણી વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે, આવી ઘટનાઓ શા માટે થઈ રહી છે તે તો ખબર નથી પણ અવાર નવાર સામે આવતી હોય છે. પંચમહાલના મોરવા હડફના વાડોદરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?


મોરવા હડફનું નાનું એવું ગામ ગાજીપુર જેમાં આશિષ બારિયા નામનો વ્યક્તિ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આશિષના પત્નીનું નામ કોકીલાબેન છે અને કોકીલાબેનથી તેમને ત્રણ સંતાનો પણ છે. આશિષને પોતાના ગામમાં રહેતી ભાવના સાથે પ્રેમ થયો, બે વર્ષથી 3 છોકરાઓનો બાપ ભાવનાના પ્રેમમાં હતો. બંને એક જ ગામના હતા તો બંનેના લગ્ન થાય એવું શક્ય ન હતું તો બંનેએ મરજીથી ભાગી જવાનું નક્કી કર્યું. બંને લોકો 22 મેના ભાગીને અમદાવાદ આવતા રહ્યા હતા. અમદાવાદમાં બંને પ્રેમી સાથે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. સુખેથી જીવન ચાલી રહ્યું હતું પણ એક દિવસ તેના સાળા સુરેશ બારિયાનો ફોન આવ્યો હતો કે તમે અમારા ગામની છોકરી લઈને ભાગી ગયા છો એટલે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રેલો આવતા આશિષ બારૈયા છોકરી સાથે પરબિયા આવવા નિકળ્યો હતો ત્યારે 17 જુલાઈએ પરબિયામાં બંને પ્રેમી પંખિડાને ગાળો આપી હતી. ગાળોથી મનના ભરાયું તો આશિષના સાળાઓએ બંનેને ગામના થાંભલા સાથે દોરડાથી બાંધ્યા અને લાકડીઓથી ફટકા માર્યા. બીજા લોકોનું ધ્યાન પડતા બંનેને બચાવવા દોડી આવ્યા હતા અને બંને પ્રેમીઓને ગામના લોકોએ છોડાવ્યા હતા. ઘટના બાદ આશિષ ગામડે પહોંચ્યો હતો જ્યાં તેમના ઘરવાળાઓએ સલાહ આપી હતી કે તમે પોલીસ ફરિયાદ કરો પછી આશિષે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે નોંધ્યા બાદ મોરવા હડફ પોલીસે 18 લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામને પકડી પાડ્યા હતા.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...