અમદાવાદ શહેરનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં અનેક સ્થળો યાદ આવી જતા હોય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે અમદાવાદમાં લોટસ પાર્ક બનાવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ફૂલો રાખવામાં આવતા હોય છે. ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદના એસ.જી.હાઈવે પર લોટસ પાર્ક બનાવવામાં આવશે અને તેમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો રાખવામાં આવશે. ફૂલોની અનેક પ્રજાતિઓ રાખવામાં આવશે આ પાર્કમાં.
20 કરોડનું ફાળવવામાં આવ્યું બજેટ!
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. એસ.જી હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કમળના રૂપમાં તૈયાર કરવામાં આવશે. પાર્કનો આકાર કમળ જોવા હશે અને દરેક પાંખડીમાં વિવિધ રાજ્યોથી આવેલા ફૂલોને રાખવામાં આવશે. વિવિધ રાજ્યોના ફૂલો આપણને એક જ સ્થળ પર જોવા મળશે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે.
જો આ પૈસા શિક્ષણ પાછળ વાપર્યા હોત તો..!
મહત્વનું છે કે આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે શાળા બનાવવા માટે, શિક્ષણ પાછળ વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી! અનેક સરકારી શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેર નથી કરાવતા અને આવા બધા પાછળ કરોડો ખર્ચે છે