નકલીની ભરમાર! Pal Ambaliyaએ કૃષિમંત્રીને પત્ર લખી બીજ માફીયાઓ સામે એક્શન લેવા કરી માંગ! સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-24 14:24:58

જગતના તાતની ચિંતા સતત વધી રહી છે.. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણી સામે ખેડૂતોના અનેક ઉદાહરણો છે જે વાત સાચી સાબિત કરે છે.. મોંઘા ભાવના બિયારણો લાવે છે, તેની પાછળ મહેનત કરે છે, સારો પાક થશે તેવી આશા હોય છે વગેરે વગેરે.. પરંતુ એ જ બિયારણ જો નકલી હોય તો.. નકલી બિયારણો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે તેવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રીને તેમણે પત્ર લખ્યો છે કે આવા નકલી બિયારણો વેચતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ..

નકલીની લિસ્ટમાં થયો વધુ એક વસ્તુનો ઉમેરો!   

ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી મળી રહી છે.. થોડા દિવસો વિત્યા નથી કે કંઈ નકલી વસ્તુ મળતી હોય તેનો પર્દાફાશ થાય છે.. સવાલ થાય કે ગુજરાતમાં હવે અસલી શું રહ્યું છે? ખાવાની વસ્તુઓ નકલી, દૂધ દહીં ઘી સહિતના ખાદ્યપદાર્થો નકલી પકડાઈ રહ્યા છે.. તે સિવાય નકલી કચેરીઓ, નકલી ચલણી નોટ, નકલી અધિકારીઓ.. ગણવા બેસીએ તો લિસ્ટ કદાચ લાંબુ નિકળે.. હવે આ લિસ્ટમાં વધુ એક નામનો ઉમેરો થયો છે તેવું લાગે.. આ એવી વસ્તુ છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ખેડૂતો સાથે છેતરપિંડી..  



પાલ આંબલિયાએ લખ્યો કૃષિમંત્રીને પત્ર 

જ્યાં નકલી કર્મચારી, નકલી અધિકારી, નકલી સરકારી ઓફીસ ચાલતી હોય ત્યાં નકલી બિયારણ બેફામ ખુલ્લેઆમ વેચાય એમાં કોઈ નવાઈની વાત નહીં કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલીયાએ કઈ રીતે નકલી બિયરણો વેચાય છે અને સરકાર કોઈ એક્શન નથી લેતી તેના પર સવાલ ઉઠાવ્યો છે સાથે જ તેમણે કૃષિ મંત્રીને પત્ર લખીને બીજ માફિયા સામે પગલાં લેવા અને સરકારે આ મુદ્દે શું કામ કર્યું છે તેના જવાબ માંગ્યા છે...



કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ લખ્યો હતો પત્ર 

જોકે થોડા સમય પહેલા જ પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની માગ પાલ આંબલીયાએ કરી હતી અને સાથે જ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા તેવો આક્ષેપ પણ કર્યો હતો તો હવે આ પત્રનો જવાબ સરકાર શું આપે છે આગળ આ નકલી બિયારણ માફિયા સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું,,, 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?