અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ સંપન્ન થાય તે પહેલીથી જ અયોધ્યા ચર્ચામાં હતું. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. યથાશક્તિ ભક્તો ભક્તિ કરી રહ્યા છે. કોઈ મંદિરમાં દાન કરીને તો કોઈ ગઈને ભક્તિ દર્શાવે છે. ત્યારે એક રામ ભક્તે હાથ ન હોવા છતાંય ભગવાન રામનો સ્કેચ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
હાથ ન હોવા છતાંય રામ લલ્લાની બનાવી સુંદર છબી!
અનેક લોકો એવા હોય છે જેમની પાસે અનેક સુવિધાઓ હોય છે તો પણ ફરિયાદ કરતા હોય છે. જે નથી મળ્યું તેને ગણીને દુખી થતા હોય છે પરંતુ એવા પણ અનેક લોકો હોય છે જેમની પાસે અનેક વસ્તુઓનો અભાવ હોય છે પરંતુ તો પણ તે જીવનથી સંતુષ્ટ હોય છે. તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે પોતાનું જીવન સારી રીતે જીવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમની પાસે હાથ ન હોવા છતાંય રામ ભગવાનની સુંદર છબી બનાવે છે.
લોકોએ કરી આ કલાકારની કળાની પ્રશંસા!
જે ચિત્રકારની, જે કલાકારની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે ધવલ ખત્રી. નાનપણમાં તેમને હાથ હતા પરંતુ 2003માં તેમને ઈલેક્ટ્રિક શોક લાગ્યો જેને કારણે તેમને હાથ ગુમાવ્યા પડ્યા હતા. હાથ ન હોવા છતાંય તેઓ મનોબળ ના હાર્યા. સ્કૂલમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી સ્કૂલમાં એડમિશન લેવાની બદલીમાં તેમણે ચિત્રકામ કરવાની રૂચિને આગળ વધારી. પેન્ટિંગ અને સ્કેચ બનાવવાનું ચાલું રાખ્યું. 24 જાન્યુઆરીએ રામ લલ્લાનો સ્કેચ બનાવીને ધવલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને લખ્યું કે દિલથી આ સ્કેચ બનાવી રહ્યો હતો એટલે થોડા સમય લાગી ગયો. જય શ્રી રામ.. મહત્વનું છે કે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ અનેક લોકોએ કલાકારના કામને બિરદાવ્યું છે. અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે.