Statue Of Unity જવાના રસ્તાની હાલત તો જુઓ, રસ્તો તો તૂટી ગયો પરંતુ રસ્તાના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગયો! ડભોઇ- વડોદરા હાઇવે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-31 15:46:09

જ્યારે કોઈ જૂની ઈમારત આપણે જોઈએ છીએ, વર્ષો જૂની ઈમારત ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલા વર્ષો બાદ પણ આવી ઈમારતો અડીખમ કેવી રીતે ઉભી છે.. આવી ઈમારતો પર જો જવાનું થાય તો કદાચ આપણને ડર નહીં લાગે.. પરંતુ જો હવે રસ્તા પર જતા પણ  આપણને ડર લાગે છે.. રસ્તા પર જતા આપણને એક વખત તો સવાલ આવતો જ હશે કે જો રસ્તા પર ભૂવો પડી જશે તો? જો રસ્તા તૂટી જશે તો..! થોડા સમયની અંદર આપણી સામે એવા અનેક વીડિયો આવ્યા છે, સોશિયલ મીડિયા પર અનેક વીડિયો તમે જોયા હશે જેમાં આંખના પલકારામાં રસ્તાઓ તૂટી જાય છે...  ત્યારે ડભોઇથી વડોદરા રોડ પર નવો બનાવેલ ડામર રોડ ધોવાઇ ગયો.. રસ્તાઓ પર જાણે રસ્તાના ટૂકડા મૂક્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તે રસ્તાને એક માણસ હાથથી ઉખાડી રહ્યો હતો... Statue Of Unity જવાનો આ રસ્તો છે..     

70 કરોડના ખર્ચે બન્યો રોડ અને... 

ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો એના કારણે એનેક તસવીરો સામે આવી જેમાં રસ્તા ધોવાઈ ગયા હોય કે રસ્તા પર ખાડા જ ખાડા હોય.. હમણાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રસ્તો સાવ તૂટેલો છે અને એક માણસ એને ઉખાડી રહ્યો છે હાથથી... વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં દેવ અને ધાધર નદીમાં આવેલા પૂરને કારણે ડભોઇથી વડોદરા રોડ પર નવો બનાવેલ ડામર રોડ ધોવાઇ ગયો.. 19 કિલોમીટર લાંબો આ રોડ મે 2024માં બનાવવામાં આવ્યો હતો અને તેની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા હતી. તેનું નિર્માણ વડોદરાના શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. ધાધરના પૂરના કારણે રાજલી પાસેનો 500 મીટર જેટલો રોડ ધોવાઈ ગયો હવે આ 70 કરોડ કોના ખિસ્સામાં ગયા એ આપણને ખબર હોવી જોઈએ અને આ તો માત્ર ઉદાહરણ છે કે આ વિસ્તારમાં આ ભયાનક હાલત છે આવું તો અનેક જગ્યાએ થયું છે...



કરપ્શન એ હદે વધી ગયું છે કે રસ્તા પરથી પસાર થતા બીક લાગે.. 

નવા બનેલા રોડની હાલતથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેઓનો આક્ષેપ છે કે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. ઘટનાસ્થળેથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકો રોડના તૂટેલા ભાગમાંથી ડામર હટાવતા જોવા મળે છે અને ડામર ખૂબ જ સરળતાથી રોડથી અલગ થઈ જાય છે. અને આરોપો ખોટા પણ નથી હમણાં બનેલા રસ્તાની આ હાલત કઈ રીતે હોય શકે એ વિચારવું પડે. ભ્રષ્ટાચાર કરે છે કોઈ અને ભોગવવાનો વારો કોઈ બીજાને આવે છે.. કરપ્શન એ હદે આપણી સિસ્ટમમાં ફેલાઈ ગયું છે કે જો અધિકારી કરપ્શન કરવાનો ઈન્કાર કરે તો તેને મુર્ખ સમજવામાં આવે.. ભ્રષ્ટાચાર એ હદે આપણી સિસ્ટમમાં ઘર કરી ગયું છે કે જ્યાં સુધી આપણે પૈસા ના આપીએ ત્યાં સુધી તે ફાઈલને આગળ નથી વધવા દેતા.. જ્યારે રસ્તા બનાવતા લોકો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે તે એ નથી વિચારતા કે તે રસ્તા પર તેમને પણ, તેમના પરિવારના લોકો પણ પસાર થઈ શકે છે.. 



હવેના સમયમાં ટેક્નોલોજી વધી છે પણ પ્રામાણિક્તા ઘટી છે 

ગુજરાત જેમ વિકાસ માટે જાણીતું છે તેમ થોડા સમય બાદ ખાડાઓનું સામ્રાજ્ય ધરાવતું રાજ્ય તરીકે ખ્યાતી પામે તો પણ નવાઈ નહીં.. રસ્તા પર નીકળીએ ત્યારે વાહનચાલકોને ટેન્શન હોય છે કે હું નીકળીશ અને રસ્તો તૂટી તો નહીં જાયને..જ્યાં સુધી ઘરે પાછા ના આવીએ ત્યાં સુધી ટેન્શન રહે છે.. બચી જઈએ તો આપણે  ભગવાનનો આભાર માનવો જોઈએ...જેમ જેમ આપણે આગળ વધતા ગયા તેમ તેમ રાજ્યનો વિકાસ તો થયો છે પરંતુ તેની સાથે સાથે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓનો પણ વિકાસ થયો છે.. આજકાલ એટલા તકલાદી રસ્તાઓ બને છે કે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે.. એટલું તકલાદી કામકાજ થઈ ગયું છે કે આપણને શરમ આવે...ટેક્નોલોજી વધી છે પરંતુ ઈમાનદારી ઘટી છે તેવું પણ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય.. સવાલ થાય આટલું બધું ભેગું કરીને લોકો જશે ક્યાં? શું તમને પણ રસ્તા પર નીકળતા ડર લાગે છે?



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.