Loksabha : BJPએ વલસાડ બેઠક પરથી કેમ Dhaval Patelને ટિકીટ આપી? જાણો શા માટે Anant Patel સામે કરવામાં આવી ધવલ પટેલની પસંદગી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 13:41:38

ગઈકાલે ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે  બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે. અનેક સાંસદોના પત્તા પાર્ટીએ કાપ્યા છે. વડોદરાથી, રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે પરંતુ બાકીની 5 બેઠકો પર ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ રહેવાની છે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલના નામની જાહેરાત કરી છે તો ભાજપે પણ ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિશે.. 


કોણ છે ધવલ પટેલ જેમને વલસાડથી બીજેપીએ બનાવ્યા છે ઉમેદવાર? 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક લોકોના પત્તા કપાયા છે. સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. આ લોકસભા ચુંટણીમાં અમુક બેઠકો એવી છે જ્યાં જંગ રસપ્રદ રહવાની છે અને એમાં થી એક બેઠક છે વલસાડની કારણકે ત્યાં કોંગ્રેસે અંનત પટેલને ઉતાર્યા છે જ્યારે ભાજપે નવા અને યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ઉતાર્યા છે ધવલ પટેલની વાત કરીએ તો હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે.  

ભાજપે શિક્ષિત ઉમેદવારને આપી છે તક!

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. તેમણે આદિવાસી લોકોની સફળતા સંઘર્ષ અને પીએમ મોદીએ આદિવાસીઓ માટે શું કામ કર્યા છે એના પર  બે બૂક પણ લખી છે એટલે એ લેખક પણ છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે બીટેક કર્યું છે બાદમાં એમબીએ પણ કર્યું છે આમ શિક્ષિત અને યુવા અને એક મજબૂત ચેહરો બીજેપીએ વલસાડથી ઉતાર્યો છે. ટિકીટ મળ્યા બાદ ધવલ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  



અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે થવાની છે ટક્કર

બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?