લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે જ્યારે 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટિકીટ આપતા પહેલા રાજકીય પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતી હોય છે. ક્યાં કોનું વર્ચસ્વ છે તે બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આજે જાણીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના જાતીગત સમીકરણોને...
કોંગ્રેસે માત્ર આ બેઠક પર જીત હાંસલ કરી હતી 2022માં!
અમદાવાદ પશ્ચિમ SC અનામત લોકસભા બેઠકની કે જે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમા આવી. આ બેઠક પર ૨૦૦૯થી BJPના ડોક્ટક કિરીટ સોલંકી સાંસદ છે. 2024 માટે આ જંગમાં BJPએ દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે. આ લોકસભામાં વિધાનસભાની 7 સીટો આવે છે અને તે છે એલિસબ્રિજ , અમરાઈવાડી ,દરિયાપુર, જમાલપૂર-ખાડિયા,મણિનગર, દાણીલીંબડા, અસારવા. 2022માં કોંગ્રેસ માત્ર દાણીલીમડા અને જમાલપૂર - ખાડિયા બેઠકજ જીતી શકી હતી , બાકીની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી.
કયા સમાજનું છે આ બેઠક પર પ્રભુત્વ?
જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો દલિત સમાજના ૧૨ ટકા અને મુસ્લિમ સમાજના ૧૨ ટકા વોટર્સ છે. બીજા સમાજો પણ જોવા મળે છે જેમ કે પટ્ટણી સમાજ, ઠાકોર સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ . હવે જોઈએ અમદાવાદ પશ્ચિમની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે.