Loksabha Election : સૌરાષ્ટ્રની બેઠકો પર BJPને જીતવામાં આંખે પાણી આવશે? Congress કઈ બેઠક પર ટક્કર આપે છે? સમજો સમીકરણોને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 18:59:36

5 લાખથી વધુ લીડથી જીતવની વાત એક સમયે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ કરતાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને મતદાનના આંકડાઓ અને ગુજરાતના મુદ્દાઓ જોતાં લાગે છે આ વખતે ભાજપ માટે બધુ સરળ નથી રહેવાનું. ત્યારે આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની બેઠકોની. કારણ કે ત્યાં ઘણા પરિબળોએ કામ કર્યા છે..  

આ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર 

4 જૂન જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધાની નજર સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર રહેવાની છે. એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જેના પર 1998 પછી ધીરે-ધીરે ભાજપે કબજો જમાવી લીધો છે અને હવે આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે છે જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠક...



રાજકોટ આ વખતની ચૂંટણીનું એપી સેન્ટર રહ્યું..

આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે કેમ તેના ઉપર સૌની નજર છે. કારણકે આ વખતે ભાજપે આંદોલન અને અંદરો અંદરના વિખવાદનો સામનો કરવો પડ્યો હતો. વાત રાજકોટથી કરીએ કારણકે આ વખતે રાજકોટ એ રાજનીતિનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી ક્ષત્રિય વિરોધની શરૂઆત થઈ હતી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો.


કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા.

અને ક્ષત્રિય સમાજે ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું, ઘણી વાર માફી માંગવા અને બેઠકો કરવા છતાં આ મામલો થાળે ન પડ્યો. જયારે રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. તો ત્યાં પાટીદારોએ ક્ષત્રીઓને સમર્થન કર્યું કે કેમ એ પણ એક પ્રશ્ન છે 


અમરેલીમાં બંને પાર્ટીએ ઉતાર્યા નવા ચહેરાને 

તો બીજી ચર્ચામાં રહેલી બેઠક એટલે અમરેલી કારણકે અહિયાં જૂના જાણીતા ચહેરા રાજકોટમાં લડ્યા અને અમરેલીના ભાગે આવ્યા નવા ચહેરા ત્યાં ઉમેદવાર બંને નવા પણ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે શિક્ષિત મહિલાને ઉતાર્યા એટલે ત્યાં લોકો વિચારમાં હતા કે કોને મોકો આપવો જ્યારે અમે અમરેલી ગયા ત્યારે લોકો એ વાત માટે પણ દુખી હતા કે બંને નવા છે તો કોના પર ભરોસો કરવો   બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.પણ ત્યાં રસાકસી તો જોવા મળશે! 


જામનગરની વાત કરીએ તો... 

વાત જામનગરની પણ કરીએ તો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની શકે છે 


ભાજપે આમને ટિકીટ આપી તો કોંગ્રેસે આમને બનાવ્યા ઉમેદવાર 

અને છેલ્લે વાત કરીએ સુરેન્દ્રનગરની પણ કારણકે આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. અને ત્યાં પણ ક્ષત્રિય વિરોધ ફેક્ટર તો ખરો જ.. તો અંતે 4 જૂને ભાજપનું કયું કાર્ડ ચાલે છે અને કોંગ્રેસ કઈ બેઠક પર ભાજપને હંફાવે છે તે જોવાનું રહ્યું... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?