દેશમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું 21 રાજ્યોની 102 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ આજે કેદ થયું છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કયા રાજ્યમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો સામે આવી છે.. અનેક રાજ્યો એવા હતા જ્યાં કટેલા ટકા મતદાન થાય છે તેની પર સૌ કોઈની નજર હતી... 70 ટકા મતદાનથી વધારે મતદાન માત્ર આસામમાં, પુડુચેરીમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં થયું છે...
ક્યાં કેટલું નોંધાયું મતદાન?
દર પાંચ વર્ષે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતાદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરકાર બનાવે છે... આજે પ્રથમ તબક્કા માટેનું મતદાન થયું હતું 102 સીટો પર અને 21 રાજ્યોમાં મતદાન યોજાયું હતું. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે નક્કી થયા છે.. ક્યાં કેટલું મતદાન થયું છે તેની માહિતી સામે આવી છે.. રાજ્યો વાઈઝ વાત કરીએ તો અંદમાન નિકોબારની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જે માટે 56.87 ટકા મતદાન થયું છે, અરૂણાચલ પ્રદેશની બે બેઠકો માટે મતદાન હતું જ્યાં 64.07 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 70.77 ટકા મતદાન થયું છે. બિહારની ચાર બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 46.32 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત છત્તીસગઢની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 63.41 ટકા મતદાન નોંધાયું છે...
આ રાજ્યોમાં થયું હતું મતદાન...
જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 63.41 ટકા નોંધાયું છે જ્યારે લક્ષદ્વીપની એક બેઠક માટે મતદાન થયું જ્યાં 59.02 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશની 6 બેઠકો માટે મતદાન થયું છે જ્યાં 63.25 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે 54.85 ટકા મતદાન થયું છે જ્યારે મણિપુરની બે બેઠકો માટે 68.62 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયની બે બેઠકો પર 69.91 ટકા મતદાન જ્યારે નાગાલેન્ડની એક બેઠક માટે 56.18 ટકા મતદાન થયું છે.
ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર યોજાયું મતદાન
તે સિવાયના રાજ્યોની વાત કરીએ તો પુડુચેરીની એક બેઠક માટે 72.84 ટકા મતદાન થું છે જ્યારે રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન થયું છે. સિક્કિમની એક બેઠક માટે 68.06 ટકા મતદાન થયું છે જ્યારે તમિલનાડુની 39 બેઠકો માચે 62.08 ટકા મતદાન થયું છે. ત્રિપુરાની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 76.10 ટકા મતદાન થયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે મતદાન થયું હતું જે પર 57.54 ટકા મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધારે મતદાન
ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન થયું હતું 53.56 ટકા મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે સૌથી વધારે મતદાન જો રાજ્યમાં થયું હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ છે... પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 77.57 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સારૂ મતદાન થયું છે... ત્યારે મતદાતાઓનો ઝુકાવ કોના તરફ છે તેની પર નજર રહેલી છે...