દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી દરમિયાન અનેક વખત સાંભળ્યું હશે કે અબકી બાર 400 કે પાર... ભારતીય જનતા પાર્ટી આ દાવો કરી રહી છે કે આ વખતે તેમની પાર્ટી 400 સીટથી વધારે સીટો પર જીત હાંસલ કરશે... 2024ના સમીકરણોને સમજતા પહેલા 2019ની વાત કરીએ... 2019માં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી. અનેક એવી બેઠકો છે જેના આધાર પર ભારતીય જનતા પાર્ટી આ વિશ્વાસ રાખી શકે છે કે તેમને 400 પાર બેઠકો મળી શકે છે... 2024માં ભાજપે 400 સીટનો ટાર્ગેટ રાખ્યો છે પરંતુ અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપ પાસે બધી જ બેઠકો છે...


અનેક રાજ્યો એવા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી પાસે તમામે તમામે લોકસભા બેઠકો છે. તેનું પ્રત્યક્ષ ઉદાહણ ગુજરાત છે... ગુજરાતમાં 26 બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે.. ભાજપ ગુજરાતમાં ગમે તેટલી મહેનત કેમ ના કરે ગુજરાતમાં લોકસભા સીટ 26થી વધારે વધવાની નથી. ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીએ અલગ ટાર્ગેટ રાખ્યો છે. તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર પાંચ લાખની લીડથી જીત હાંસલ કરશે તેવો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે જે 400 બેઠકો પર જીત હાંસલ કરશે. રાજ્ય વાઈઝ વાત કરીએ તો ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને ગુજરાતની 26એ 26 ભાજપ પાસે છે. ગુજરાતના પાડોસી રાજ્ય એવા રાજસ્થાનમાં 25 બેઠકો છે 25માંથી 24 બેઠકો એનડીએના ફાળે છે, એક બેઠક ગઠબંધન અંતર્ગત આપવામાં આવી છે... આવી જ પરિસ્થિતિ ઉત્તરાખંડ રાજ્યની લોકસભા બેઠકની પણ છે... ઉત્તરાખંડની પાંચે પાંચે બેઠક ભાજપ પાસે છે... હરિયાણાની 10માં 10 બેઠકો ભાજપ પાસે છે...

તે સિવાય હિમાચલ પ્રદેશમાં આવતી ચાર લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે...જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 3 બેઠકો પર જીત હાંસલ કરી છે જ્યારે પંજાબ લોકસભા સીટની વાત કરીએ તો 13 સીટમાંથી ભાજપ પાસે 4 બેઠકો છે. પંજાબમાં પરિસ્થિતિ હાલ બદલાઈ ગઈ છે. જો પંજાબની વાત કરીએ તો હાલ ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે.. 2019માં 13 સીટમાંથી માત્ર ચાર સીટો પર જીત મેળવામાં સફળ થઈ છે. પંજાબમાં વધારે સીટો આવે તે માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી શકે છે...



રાજસ્થાન સિવાયના આપણા પડોશી રાજ્યની વાત કરીએ તો મધ્ય પ્રદેશની 29 લોકસભા બેઠકમાંથી 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ 2019માં જીત હાંસલ કરી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે 2019માં ગઠબંધન કર્યું હતું અને તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીને 41 સીટો મળી હતી 48 સીટોમાંથી.. પંજાબની જેમ મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી ઈમ્પ્રુવ કરી શકે તેમ છે... ઉત્તર પ્રદેશ લોકસભા સીટની વાત કરીએ તો 80 સીટોમાંથી 64 સીટ ભાજપને ફાળે આવી છે..


બિહારમાં એનડીએની વાત કરીએ તો 39 બેઠકો છે... પશ્ચિમ બંગાળ લોકસભાની વાત કરીએ તો 42 લોકસભા બેઠકો વાળા રાજ્યમાં ભાજપે 18 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપે એન્ટ્રી કરી લીધી છે. આ રાજ્યમાં પણ જો ભાજપ મહેનત કરે છે તો 400 સીટો હાંસલ કરવામાં ભાજપને મદદ મળી શકે છે... આસામ લોકસભા બેઠકની વાત કરીએ તો 14 બેઠકોમાંથી 9 બેઠકો પર એનડીએએ જીત હાંસલ કરી છે... હિમાચલ પ્રદેશની વાત કરીએતો 4 સીટો પર એનડીએનો વિજય થયો છે.



ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં 14 સીટોમાંથી એનડીએ પાસે 12 બેઠકો છે.. મણિપુરની વાત કરીએ તો આ રાજ્યમાં બે લોકસભા સીટો છે જેમાં એક બેઠક પર એનડીએ છે. મેઘાલયમાં પણ બે બેઠકો છે જેમાં એક પર ભાજપ છે... મિઝોરમની એક બેઠક એનડીએના ફાળે છે... નાગાલેન્ડમાં એક બેઠકે છે જે ભાજપ પાસે છે... તે સિવાય મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી 28 બેઠકો ભાજપ પાસે છે..


ત્રિપુરાની બંને સીટો પર ભાજપે કબજો કર્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપે વધારે મહેનત કરવાની જરૂર નથી.. અનેક રાજ્યો એવા છે જ્યાં જો ભાજપ વધારે મહેનત કરે તો કંઈ પરિણામમાં ફેરફાર આવી શકે છે... પરંતુ આવા રાજ્યોમાં વિપક્ષ પાસે એક સ્કોપ છે કે ત્યાં પોતાનું ખાતું ખોલાવી શકે છે... જો વિપક્ષ થોડી મહેનત કરે છે તો પોતાનું ખાતું ખોલાવી શકે છે... હજી સુધી જે રાજ્યોની વાત થઈ તે રાજ્યો એવા હતા જ્યાં ભાજપનું પરફોર્મન્સ સારૂ છે, જીત હાંસલ કરવામાં વધારે પડકાર નથી... પરંતુ ભારતમાં એક એવો ભાગ પણ છે જ્યાં એન્ટ્રી કરવી ભાજપ માટે કપરો વિષય છે...


અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના રાજ્યોની.. જ્યાં ખાતુ ખોલવા માટે ભાજપે ઘણી મહેનત કરવી પડશે.... દક્ષિણ ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં સ્થાનિક પાર્ટીઓનું વર્ચસ્વ વધારે છે... કર્ણાટકમાં તો પણ ભારતીય જનતા પાર્ટી એનડીએનું સારૂં પ્રદર્શન છે.. કર્ણાટકની 28 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે... તે સિવાય તેલંગાણાની 17 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે 4 બેઠકો છે... દક્ષિણ ભારતના આ બે જ એવા રાજ્યો છે જ્યાં ભાજપનું અસ્તિત્વ છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય..


તમિલનાડુની વાત કરીએ તો 39 બેઠકો છે આ રાજ્યમાં... આ રાજ્યમાં ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. સામાન્ય રીતે આ બેઠક પર સ્થાનિક પાર્ટી ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે કાંટાની ટક્કર થતી હતી પરંતુ આ વખતે ઈન્ડિયા ગઠબંધનને કારણે સીટોની વહેચણીમાં ફેર આવ્યો છે. ડીએમકે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ છે માટે 9 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતારશે જ્યારે 22 બેઠકો પર ડીએમકે પોતાના ઉમેદવારને ઉતારશે.

કેરળની વાત કરીએ તો 20 બેઠકો વાળા રાજ્યમાં 2019માં કોંગ્રેસે સ્થાનિક પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. કેરળમાં યુપીએની 16 બેઠકો હતી. એનડીએનું ખાતું પણ નથી ખુલ્યું આ રાજ્યમાં. આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં 2019માં ના તો ભાજપે ના તો કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. સ્થાનિક પાર્ટીએ બાજી મારી દીધી. 25 લોકસભા બેઠક ધરાવતા રાજ્યમાં સ્થાનિક પાર્ટીએ જીત હાંસલ કરી છે.





તે સિવાય અંદમાન નિકોબર બેઠકની વાત કરીએ તો એક જ લોકસભા બેઠક છે જ્યાં એનડીએ નથી. ચંડીગઢની વાત કરીએ તો એક જ બેઠક છે ભાજપ પાસે છે.. દાદરા નગર હવેલીમાં એક બેઠક છે ના તો એનડી પાસે છે ના તો યુપીએ પાસે છે. દમન અને દીવની એક બેઠક છે એનડીએ પાસે છે. દિલ્હીની સાત બેઠકો પર એનડીએના ઉમેદવારે જીત હાંસલ કરી છે. ગોવાની બે સીટોમાંથી એક સીટ એનડીએ જ્યારે એક સીટ યુપીએ પાસે છે. મહત્વનું છે કે અનેક રાજ્યોની એવી સીટો છે જ્યાં કોરડું ગુંચવાયેલું છે.. અનેક બેઠકો એવી છે જ્યાં જો વિપક્ષ મહેનત કરે તો પરિણામ બદલાઈ શકે છે.. ત્યારે જોવું રહ્યું કે આ વખતની ચૂંટણીમાં 2009નું પુનરાવર્તન થાય છે કે ભાજપનો 400 પારનો લક્ષ્ય હાંસલ થાય છે કે નહીં એ તો પરિણામના દિવસે ખબર પડશે...