Loksabha Election : ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને પાઠવી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 12:07:54

લોકસભાની ચૂંટણી આવે છે આવે છે.. એવી વાતો કરતા હતા ત્યારે ચૂંટણી આવી ગઈ અને પાંચ તબક્કા ચૂંટણીના પૂર્ણ પણ થઈ ગયા.. લોકસભાના જંગ માટે હવે માત્ર બે જ ચરણોનું મતદાન બાકી રહ્યું છે.  છઠ્ઠા તબક્કા માટેનું મતદાન ૨૫ મેના રોજ અને સાતમા તબક્કા માટેનું મતદાન પહેલી જૂનના રોજ થવાનું છે.. પ્રચાર દરમિયાન અનેક વખત એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. રાજકીય આક્ષેપબાજીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે . તો આ તરફ ઇલેકશન કમિશને ખુબ કડક વલણ અપનાવ્યું છે . 

ચૂંટણી પંચે કરી રાજકીય પાર્ટીના નેતાઓને ટકોર!

પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , BJP અધ્યક્ષ જે.પી.નડ્ડાને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇલેકશન કમિશને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં બન્ને પાર્ટીના સ્ટાર પ્રચારકોને પણ પોતાની ભાષામાં મર્યાદા રાખવાની વાત કરી છે. ઇલેકશન કમિશને ચોખ્ખું કહી દીધું છે કે , બંને પાર્ટીના સ્ટાર પ્રચારકો અને નેતા જાહેરસભાઓમાં ધાર્મિક, સાંપ્રદાયિક મુદ્દાઓ પર દલીલો કરતા બચે. આ સાથે જ ઇલેકશન કમિશને ભાજપ અને કોંગ્રેસને જાતિ , ભાષા, ધર્મ , સેના અને બંધારણ પર ટિપ્પણી કરવા બદલ ટકોર કરી છે..  


ભાજપ અધ્યક્ષને શું આપવામાં આવી નોટિસ?  

હવે વાત કરીએ ચૂંટણી કમિશને કે જે નોટિસ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાને ફટકારી તેમાં તેમણે લખ્યું છે કે  સ્ટાર પ્રચારક સમાજને વહેંચવા માટેની કોઈ ટિપ્પણી ના કરે , અને જો એવું થશે તો કમિશન પ્રચાર કરવા માટે પ્રતિબંધ મૂકી દેશે. આ સાથે જ સૂચિત કરવામાં આવ્યું છે કે, ધર્મથી જોડાયેલા નિવેદનો સ્ટાર પ્રચારક દ્વારા ના આપવામાં આવે.

 

ઈલેક્શન કમિશને શું કહ્યું? 

ના માત્ર ભાજપના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોંગ્રેસના અધ્યક્ષને પણ નોટીસ ફટકારવામાં આવી છે.. ઇલેકશન કમિશને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જે નિર્દેશ આપ્યા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે , પાર્ટીના સ્ટાર પ્રચારકો બંધારણને લઈને ખોટા નિવેદનો આપવાથી બચે.. સ્ટાર પ્રચારકોએ એવા વાક્યો ના બોલવા જોઈએ જેનાથી ખોટી ધારણાઓ બને... આ સાથે ઇલેકશન કમિશને કોંગ્રેસને સેનાનું રાજનીતિકરણ કરવાની ના પડી દીધી , કેમ કે કોંગ્રેસ તરફથી અગ્નિવીર scheme માટે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે . 


આ ભાષને લઈ થઈ ફરિયાદ 

તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ  ઇલેકશન કમિશનની પોલ પેનલને સામસામે ફરિયાદો ૨૫ એપ્રિલના રોજ કરી હતી. તે કારણથી , બંને પાર્ટીના અધ્યક્ષોને નોટિસ આપવામાં આવી છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના આ ભાષણ પર ફરિયાદ કરી હતી કે જેમાં pm મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર બની તો તમારી સંપત્તિ ઘુસણખોરોને વહેંચી દેવામાં આવશે. 

 

સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષોને પઠવાઈ નોટિસ! 

તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ઇલેકશન કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે બંધારણ વિશે કહી રહ્યા હતા. મહત્વનું છે કે આવું પેહલી વાર છે કે ઇલેકશન કમિશને સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટી અધ્યક્ષોને નોટિસ પાઠવી છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...