Loksabha Election Result : Banaskantha Loksabha બેઠક પર કોણ મારશે બાજી, Geniben Thakorનું મામેરું છલકાશે કે Rekhaben મારશે બાજી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-03 18:33:09

બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 1991થી અત્યાર સુધીમાં ફક્ત 2 વખત જ કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે 6 વખત ભાજપની જીત થઈ છે.... આ બેઠક પરથી ભાજપે રેખાબેન ચૌધરી અને કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યાં છે. રેખાબેન ચૌધરી શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઇ પટેલનાં પૌત્રી છે. બીજી તરફ, ગેનીબેન ઠાકોર કોંગ્રેસનાં નેતા છે. તેઓ 2017થી વાવનાં ધારાસભ્ય છે... બનાસકાંઠા લોકસભા બેઠકમાં આ વખતે 13 લાખ 65 હજાર 989 મત પડ્યા એટલે કે 69.62 ટકા મતદાન થયું... ગઈ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા...

બનાસકાંઠા લોકસભા બેઠકમાં આવે છે આ સીટ

બનાસકાંઠા લોકસભા સીટમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર એમ કુલ 7 બેઠક આવે છે, જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર ભાજપ પાસે છે. જ્યારે વાવ તેમજ દાંતા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઇ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ભાજપને ટેકો જાહેર કરેલો છે. બનાસકાંઠા લોકસભામાં  સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતાં વધુ મતદાન થયું છે. ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે... 



એક તરફ બનાસની બેન તો બીજી તરફ બનાસની દીકરી!

બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપનાં રેખાબેન ચૌધરી સાથે છે. આમ તો બન્ને ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને "બનાસની બેન ગેનીબેન" તરીકે પ્રસ્તુત કર્યા. બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પણ અસરકારક ગણી શકાય. આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલનાં પૌત્રી તરીકે રજૂ કર્યા...


ઠાકોર સમાજમાંથી બનાવવામાં આવ્યા ઉમેદવાર 

આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના ઉમેદવાર સામ-સામે છે..... ઠાકોર સમાજને ઇતિહાસમાં પ્રથમ વખત બનાસકાંઠામાં ટિકિટ મળી એટલે સમાજ ઉત્સાહમાં હોય સ્વાભાવિક છે.. પણ મતપેટીમાં એ ઉત્સાહના મત પડે એ પણ જરુરી છે...  એક મત એવું કહે છે કે,  પરબત પટેલનું પણ એક જૂથ નારાજ હતું જેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે. દિયોદર, ભાભોરમાં ઠાકોર સમાજ અને રબારી સમાજની વસ્તી વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. પરંતુ ધાનેરામાં કોંગ્રેસને થોડું નુકસાન થઈ શકે અને ભાજપને ફાયદો થઈ શકે. દાંતીવાડામાં ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના મત વધારે છે જે ગેનીબેનને ફાયદો કરાવી શકે છે. 



ગેનીબેન ઠાકોરની સીધી લડાઈ શંકર ચૌધરી સાથે!

ડીસામાં માળી સમાજની સંખ્યા વધારે છે. ડીસામાં મતદાનની ટકાવારી સારી રહી જેથી ભાજપને ફાયદો થઈ શકે.  દાંતા વિસ્તારમાં આદિવાસી, મુસ્લિમ, ઠાકોર અને રાજપૂત સમાજના સારા મત છે એટલે ત્યાં ભાજપને લીડ મળવાની આશા સફળ થાય એમ લાગતું નથી. અમીરગઢમાં ઠાકોર અને દરબારના વોટ વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. આમ, વાવથી દાંતા સુધી ગેનીબેન ચાલ્યાં છે.બીજુ કે આ વખતે ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો કોની સાથે હતો તો નિષ્ણાંતો કહી રહ્યાં છે કે રેખાબેન તો ઉમેદવાર છે એમની સાથે હતો જ પણ  ભાજપના આંતરિક જૂથવાદને બાદ કરતા આ વખતે લડાઈ ખરેખર ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે છે. 


ગેનીબેન ઠાકોરના જીતની સંભાવના વધારે 

વિરોધીઓએ શંકર ચૌધરીને પછડાટ આપવા માટે પણ મતદાન કરાવ્યું છે એવી પણ એક ચર્ચા છે..... અને એટલે કહેવાય છે કે ગેનીબેનની જીતની સંભાવના વધારે છે.... બીજી મહત્ત્વની વાત એ છે કે રેખાબેન નવા છે, સારાં છે, શિક્ષિત છે અને બીજું એ પરિબળ પણ કામ કરે છે કે સળંગ ચોથી વખત મારી જાણ પ્રમાણે ભાજપ તરફથી એક જ સમાજને ટિકિટ આપવામાં આવી છે જેનો રોષ પણ લોકોમાં હતો..... 


જો ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક જીતે છે તો...

ગેનીબહેને સ્થાનિક સ્તરે તાબડતોબ પ્રચાર કરીને એવી છાપ ઊભી કરી કે તેઓ એકલા હાથે ભાજપને ટક્કર આપી રહ્યાં છે... ગેનીબહેન ઠાકોર અનુસાર તેમને ચૂંટણીના પ્રચાર માટે ગાડીમાં પેટ્રોલ પુરાવવાના પૈસા પણ આપવાની જરૂર પડી ન હતી અને લોકોએ જ તેમના ચૂંટણીપ્રચારનો ખર્ચો ઉઠાવ્યો હતો.... રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે બનાસકાંઠાની બેઠક પર કૉગ્રેસ જો જીતે તો તેનો સંપૂર્ણ આધાર ગેનીબહેનની લોકપ્રિયતા પર અને તેમનાં પ્રચાર પર રહેશે.... 


આવતી કાલે ખબર પડશે કે કોની થઈ જીત

બીજી તરફ આ બેઠક પર ભાજપના ઉમેદવાર નવાં હોવાને કારણે પક્ષની જીતનો આધાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર છે..... બનાસકાંઠા બેઠકમાં ચૌધરી અને ઠાકોર બંને જ્ઞાતિની વસ્તી મોટા પ્રમાણમાં છે તેમજ બંને જ્ઞાતિના લોકો મોટા પ્રમાણમાં મત આપવા બહાર આવ્યા છે. બનાસકાંઠામાં શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદાન વધુ થયું છે એ જોતાં લાગી રહ્યું છે કે આનો ફાયદો કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને થઈ શકે છે." પણ ચોથી જૂને પરિણામ આવશે એટલે ખબર પડશે ઈવીએમ કોના પક્ષમાં ખુલે છે.... અત્યારે તો તમને શું લાગે છે શું ગેનીબેન ઠાકોરનું મામેરું છલકાઈ જશે કે પછી અધુરુ રહેશે કોમેન્ટ કરીને અમને જણાવજો...




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?