આ વખતની ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો મતદાતાઓએ કરી લીધો છે.. કોઈ ઉમેદવારને જીત હાંસલ થઈ છે તો કોઈને હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી જૂને જ્યારે મતદાન માટેનો અંતિમ તબક્કો પૂર્ણ થયો તે બાદ એક્ઝિટ પોલ શરૂ થઈ ગયો.. લોકસભા 2024ની ચૂંટણીઓ માટેના પરિણામો આવી ગયા છે . પરિણામોએ ફરી એક વખત એ સાબિત કરી દીધું છે કે, મતદારોના મત કોઈ પણ એક્ઝીટ પોલ કરતી સર્વે એજન્સી કળી નથી શક્યા.
આ રાજ્યોમાં ઈન્ડિ ગઠબંધને કર્યું સારૂં પ્રદર્શન
આજે એ સીટોની વાત કરીશું કે જ્યાંથી મોટા માથાઓ એટલેકે VIP ચેહરાઓ હારી ગયા છે . મંગળવારે જ્યારે પરિણામ આવતું હશે ત્યારે ઉમેદવારોને ધકધક થતું હશે,.. અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે રસાકસી હતી. ઇન્ડી ગઠબંધને ઉત્તરભારતના મોટા ભાગના રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્રમાં સારી એવી બેઠકો મેળવી છે. ત્યારે INDI અને NDAમાંથી ખુબ મોટા ચેહરાઓએ હારનો સામનો પણ કરવો પડ્યો છે.
જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જોવા મળ્યું પરિવર્તન
સૌ પ્રથમ વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો નેશનલ કોન્ફેરેન્સ પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાહની કે જે બારામુલ્લાહ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર એન્જિનિયર રશીદની સામે લગભગ ૧,૩૪,૦૦૦ની લીડથી હારી ગયા . આ અપક્ષ ઉમેદવાર એંજિનિયર રશીદ દિલ્હીની તિહાર જેલમાંથી ચૂંટણી લડ્યા છે અને જીતી ગયા છે . આ સાથે જ PDPના નેતા અને જમ્મુ કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી અનંતનાગ રાજોરી લોકસભા બેઠક પરથી ૨,૩૬,૭૩૦ જેટલા વોટોની સરસાઈથી હારી ચૂકયા છે. માટે જ જમ્મુ કાશ્મીર રાજ્યની રાજનીતિમાં ખુબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે.
સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો...
હવે વાત કરીએ સ્મૃતિ ઇરાનીની તો તેઓ અમેઠી લોકસભા પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે 2019માં જીત્યા હતા પણ હવે આ 2024ના જંગમાં ગાંધી પરિવારના ખાસ માણસ કિશોરી લાલ શર્માની સામે ૧,૬૧,૦૦૦ મતોની સરસાઈથી હારી ચુક્યા છે. વાત કરીએ રાજધાની દિલ્હીની તો , અહીંની ઉત્તર પૂર્વ દિલ્હીની લોકસભા બેઠક પરથી BJPના મનોજ તિવારીની સામે ઇન્ડી ગઠબંધનમાંથી કનૈયા કુમાર ઉભા રહ્યા હતા . પણ કનૈયા કુમાર મનોજ તિવારીની સામે ૧,૩૮,૦૦૦ મતોની સરસાઈથી હારી ચુક્યા છે.
બોલિવુડની ક્વિન કંગના રનૌત મારી ગઈ બાજી
હિમાચલ પ્રદેશ રાજ્યમાં પણ કંઈક આવો જ અપસેટ સર્જાયો છે . મંડી બેઠક કે જ્યાંથી બોલિવૂડના અભિનેત્રી કંગના રનૌત BJPમાંથી ઉભા રહ્યા હતા , સામે કોંગ્રેસમાંથી હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ CM વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહ ઉભા રહ્યા હતા . પણ હવે આ વિક્રમાદિત્ય સિંહ ૭૪,૭૬૬ વોટોની સરસાઈથી હારી ચુક્યા છે. તે સિવાય દક્ષિણ ભારતના કેરળની કે જ્યાં આઝાદી બાદ પ્રથમવાર BJPએ ખાતું ખોલ્યું છે. આ રાજ્યની થિરુવનંતપુરમ બેઠક પર આ વખતે મુકાબલો ખુબ રસપ્રદ રહ્યો છે. એક તરફ કોંગ્રેસના શશી થરૂર હતા તો સામે BJPમાંથી રાજીવ ચંદ્રશેખર ઉભા રહ્યા છે. પણ શશી થરૂર ૧૬,૦૦૦ મતોના માર્જિનથી જ જીતી શક્યા હતા.
હૈદરાબાદ બેઠક પર હતો આ બંને ઉમેદવારો વચ્ચે જંગ
હવે વાત કરીએ તેલંગણા રાજ્યની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક હૈદરાબાદની તો ત્યાંથી AIMIM પાર્ટીના સુપ્રીમો અસ્સદુદ્દીન ઓવેસીનો મુકાબલો BJPના ઉમેદવાર માધવી લતા સાથે હતો..આ બેઠક પર મુકાબલો ખુબ રસપ્રદ રહ્યો હતો . પરંતુ અસ્સદુદ્દીન ઓવૈસીએ માધવી લતાની સામે લગભગ ૩,૨૩,૦૦૦ મતોના માર્જીનથી જીત દર્જ કરી છે.
મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો..
હવે વાત કરીએ દેશના બીજા નંબરના સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્રની તો ત્યાં લોકસભાની કુલ ૪૮ સીટો આવેલી છે . ત્યાંની બેઉ પ્રાદેશિક પાર્ટીઓ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વિભાજીત થઈ ચુકી છે . ત્યારે બારામતી લોકસભા બેઠક પરથી ભાભી Vs નણંદનો રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો . એક તરફ શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે ઉભા રહ્યા હતા તો સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ઉભા રહ્યા હતા . પણ આખરે સુપ્રિયા સુળે ૧,૫૮,૦૦૦ ના મતોની સરસાઈથી બારામતી લોકસભા જીતી ચુક્યા છે.
રવિન્દ્રસિંહ ભાટીને કરવો પડ્યો હારનો સામનો
રાજસ્થાન હિન્દી બેલ્ટનું એક એવું રાજ્ય કે જ્યાં INDI ગઠબંધને NDAના ગઢમાં ગાબડાં પાડ્યા છે . સૌથી રસપ્રદ બેઠક બારમેર જેસલમેર પર મુકાબલો જોવા મળ્યો હતો કે જ્યાંથી અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટ્ટી તો સામે કોંગ્રેસમાંથી ઉમેદારામ બેનીવાલ તો BJPમાંથી કૈલાશ ચૌધરી ઉભા રહ્યા હતા. પણ પરિણામ આવ્યા રવીન્દ્રસિંહ ભાટ્ટી લગભગ ૧૨૮૦૦૦ વોટોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદારામ બેનીવાલની સામે હારી ચુક્યા છે.
રાજનીતિ તો આંકડાઓનો ખેલ છે..
જ્યારે બાંસવાડા લોકસભા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટીમાંથી રાજકુમાર રાઓત ઉભા રહ્યા હતા તો સામે BJPમાંથી મહેન્દ્રજિત સિંહ માલવિયા ઉભા રહ્યા હતા . પણ પરિણામ આવ્યા BAP પાર્ટીના નેતા રાજકુમાર રાઓતે મહેન્દ્રજિત સિંહ માલવિયાને લગભગ ૩ લાખ વોટોના માર્જીનથી શિકસ્ત આપી છે . હવે વાત કરીએ કર્ણાટક રાજ્યની તો, ત્યાંની હસન લોકસભા બેઠકના જનતા દળ સેક્યુલરના નેતા પ્રજવલ્લ રેવનના કે જેમનું સેક્સ સ્કેન્ડલ ખુબ ગાજ્યું હતું , તેઓ કોંગ્રેસના શ્રેયસ પટેલની સામે ૪૨,૬૪૯ વોટોથી હારી ચુક્યા છે. મહત્વનું છે કે રાજનીતિ આંકડાઓનો ખેલ છે.. સંભાવનાઓનો ખેલ છે..