જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે ત્યારે અનેક મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે. વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીય રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતું હોય છે. દેશની રાજનીતિના મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓની ચર્ચા જોરશોરથી થાય છે પરંતુ એવી સમસ્યાની ચર્ચાઓ નથી થતી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરતી હોય છે... પાણી, ટ્રાફિક, પ્રદુષણ જેવા અનેક મુદ્દાઓ એવા છે જેની ચર્ચા ગ્રાઉન્ડ લેવલ પર થવી જોઈએ પરંતુ તેની ચર્ચા નથી થતી... ચૂંટણીમાં દેશના રાજનેતાઓ આવા મોટા મુદ્દાઓને ઉઠાવશે પરંતુ કદાચ એવા મુદ્દાઓ નહીં ઉઠાવવામાં આવે જેની ચર્ચા થવી જોઈએ...
મોટા મોટા મુદ્દાઓમાં ભૂલાઈ જાય છે નાના નાના મુદ્દાઓ!
દેશમાં લોકસભાની ચૂંટણી અનેક મોટા મુદ્દાઓ પર થતી હોય છે, સંવેદનશીલ મુદ્દાઓની વાતો થતી હોય છે, ચર્ચાઓ થવી પણ જોઈએ પરંતુ એક પ્રશ્ન થાય કે આ બધા પ્રશ્નોમાં, આ બધા મુદ્દાઓમાં કદાચ આપણે એવા મુદ્દાઓને તો નહીં ભૂલી રહ્યા છે જેની ચર્ચા સ્થાનિક લેવલ પર થવી જોઈએ..! પાણીની સમસ્યાની, ભૂખની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, પ્રદુષણની સમસ્યા અંગે વાત ન થતી હોય પરંતુ આ બધી સમસ્યાનો સામનો પ્રતિદિન સામાન્ય માણસને કરવો પડતો હોય છે. આ મુદ્દાઓની ચર્ચાઓ નથી થતી પરંતુ અંતે તો આ બધા જ મુદ્દાઓ છે જેની સીધી અસર લોકોના જીવન પર પડતી હોય છે..
લોકો પોતાના માટે અવાજ નથી ઉપાડતા કારણ કે....
રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તે ઉપરાંત જ્યારે ક્ષત્રિય સમાજની રેલી હતી ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.! અનેક વખત એવું પણ જોવામાં આવ્યું છે કે વિરોધ માટે મોટી સંખ્યામાં લોકો હાજર થતા હોય છે પરંતુ મુદ્દાઓની વાત આવે ત્યારે તે, પોતાની સમસ્યાની વાત આવે ત્યારે રસ્તા પર પોતાના માટે નથી ઉતરતા.. ત્યારે જવાબ મળે કે કદાચ તેમને એ સંગઠન, એ લીડર નથી મળતો જે તેમના અવાજને સત્તા સુધી પહોંચાડી શકે....!
સામાન્ય માણસને લગતા મુદ્દાઓ પર વાત થવી જરૂરી
મોટા મોટા મુદ્દાઓની વાત કરવાથી વોટ અવશ્ય મળે છે પરંતુ જ્યારે મોટા મુદ્દાઓમાં પાણીની સમસ્યા જેવા નાના મુદ્દાઓને ભૂલી જવાય છે ત્યારે સામાન્ય માણસને સીધી અસર થતી હોય છે. જ્યારે સામાન્ય માણસને લગતા મુદ્દાઓની વાત કરવામાં આવે ત્યારે લોકોને લાગે છે કે કોઈ તો છે જે તેમના મુદ્દાઓને, તેમને પડતી મુશ્કેલીઓને સમજે છે અને તેમના માટે અવાજ ઉપાડે છે.... મહત્વનું છે કે ઉપર જે વાતો થાય છે તે હકીકત છે પરંતુ સામાન્ય માણસના સામાન્ય મુદ્દાઓ પર ક્યારે વાત કરશો? જ્યારે નેતાઓ આવા મુદ્દાઓ પર વાત કરશે તો રાજનીતિ કદાચ અલગ જ મુકામ પર પહોંચી શકે છે....!