Loksabha Election : Gujaratમાં જે બેઠકો પર ભાજપને મુશ્કેલી છે ત્યાં બધે જ PM Modiની સભા છે.. જાણો ડિટેલ એનાલીસીસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 16:20:00

દેશમાં લોકશાહીના પર્વમાં હવે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે..  જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે... ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો આજથી આવશે કેમ કે આજથી ભાજપના બ્રહ્માસ્ત્ર ગણાતા પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને ઝંઝાવાતી પ્રચાર કરવાના છે... . પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો? તેના વિશે આજે વાત કરવી છે..

મતદાનના થોડા દિવસો પહેલા પીએમ મોદી ગુજરાતના પ્રવાસે

પહેલી મે, ગુજરાતના સ્થાપના દિવસથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઉંધી પાડવાનો પ્રયાસ કરાયો.... ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. મતદાનના બરાબર થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવવાના છે. આ જનસભાઓથી વિપક્ષના સમીકરણોમાં ક્યાંક પરિવર્તન આવે અથવા તો તેમના સમીકરણો કાચા પડે તો નવાઈ નહીં...


જામનગરમાં પીએમ મોદી કરશે પ્રચાર 

પહેલા એમના પ્રવાસની વાત કરીએ તો  પહેલી મેએ બપોરે સાડા ત્રણ વાગ્યે બનાસકાંઠાના ડીસામાં પ્રધાનમંત્રી જનસભાને સંબોધન કરશે.... ત્યારપછી સાંજે પાંચ વાગ્યે સાબરકાંઠાના હિંમતનગરમાં જનસભા ગજવશે અને ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજી મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે. જ્યારે બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે. તો બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. 



પીએમ મોદી અનેક જનસભાને સંબોધશે...

બે દિવસમાં 6 જનસભાઓ કરી PM મોદી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર એટલે કે 14 લોકસભા બેઠકો કવર કરશે. આ સાથે પ્રધાનમંત્રી ગુજરાત આવે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અનેક જગ્યાએ રોડ શો અને જનસભાઓ ગજવીને ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. 



મોદીના નામે વોટ મળશે તેવું માનવામાં આવે છે!

હવે વાત કરીએ સમીકરણો કેટલા બદલાશે તો, ભાજપમાં અમસ્તુ જ નથી કહેવાતુ કે મોદીના નામે વોટ મળે છે. એકવાર પીએમ મોદીની એન્ટ્રી થાય એટલે ભલભલા વિવાદ ભૂલી જવાય. આજથી ગુજરાતની ચૂંટણીમાં બે દિવસ માત્ર મોદી, મોદી અને મોદી જ જોવા મળશે. લોકો રૂપાલા વિવાદ પણ ભૂલી જશે, અને રાજપૂતોનું આંદોલન પણ ભૂલાઈ જશે એવી ચર્ચાઓ ચાલી રહી છે...  


કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્યો છે પ્રચાર 

તો વિપક્ષ પણ આક્રમક અંદાજમાં આ વખતે મેદાનમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ જનસભાઓ કરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં ચાલતા આંદોલન, વાદ-વિવાદ વચ્ચે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભાજપ માટે કેટલો નફાકારક રહે છે તે જોવું રહ્યું....


ક્ષત્રિય સમાજને કરવામાં આવી અપીલ 

બીજી બાજુ ક્ષત્રિય સમાજના આંદોલન અને વિરોધ વચ્ચે વડાપ્રધાનના આ પ્રવાસ પર બધાંની નજર મંડરાયેલી છે. જો કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાનની સભાઓને સ્થળે કોઈપણ જાતના વિરોધ કાર્યક્રમ કે આંદોલન નહીં કરવાનું સમાજના યુવાનો અને મહિલાઓને એલાન કર્યું છે. ભાજપના પ્રદેશ નેતાઓએ પણ છેલ્લી ઘડીએ સમાધાનના પ્રયાસ કરવાનું ચાલુ રાખ્યું છે....


બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો... 

હવે વાત કરીએ બેઠકો વિશે તો પહેલી બનાસકાંઠાની બેઠક કવર કરશે જ્યાં, 3 વાગ્યે સભાને સંબોધન કરશે... બનાસકાંઠામાં આ વખતે ભાજપના ઉમેદવાર ડૉ રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોરે જબરદસ્ત માહોલ બનાવ્યો છે... ફાઈટ ટફ આપી રહ્યાં છે અને જનસમર્થન પણ મળી રહ્યું છે... ગેનીબેન ઠાકોર હાલમાં જીતના દાવા કરી રહ્યાં છે પણ હારે તો પણ ભાજપનો ટાર્ગેટ અહીં પૂરો થવો અઘરો છે. 


ગેનીબેન ઠાકોર આપી શકે છે કાંટાની ટક્કર!

રેખાબેન ચૌધરીનો પરિવાર ભલે ભાજપમાં વર્ષોથી સક્રિય હોય અને બનાસ ડેરી અને શંકર ભાઈ ચૌધરીનો સપોર્ટ હોય પણ અહીં જાતિગત સમીકરણો અલગ છે. બનાસકાંઠામાં ભાજપ ગેનીબેનને હળવાશથી લઈ શકે એમ નથી. ગત ચૂંટણીમાં પરથીભટોળ ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં ઠાકોર સમાજની દીકરી છે. ઠાકોર સમાજ એક દીકરીને જીતાડવા માટે એક થયો તો ભાજપ માટે આ ચિંતાનો વિષય છે. ગેનીબેન છેલ્લી 3 ટર્મથી અહીંથી ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરીએ પહેલીવાર રાજકારણમાં પગ મૂક્યો છે.. એવા સંજોગોમાં પ્રધાનમંત્રી મોદીની અહીં સૌથી પહેલી સભા યોજાવાની છે... 


હિંમતનગરમાં પીએમ મોદી કરવાના છે જનસભા!

ત્યારપછી આજે બીજી સભા સાબરકાંઠાના હિંમતનગરમાં છે.  આ સભાથી સાબરકાંઠા, મહેસાણા, અને અમદાવાદ પશ્ચિમની જનતાને કવર કરશે પ્રધાનમંત્રી મોદી.. આ ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પહેલા જે ઈતિહાસ રચ્યો તેમાંથી એક સાબરકાંઠામાં પણ રચાયો... કેમ કે ભાજપે બે ઉમેદવારોને બદલ્યા તેમાંથી એક સાબરકાંઠામાં પણ બદલ્યા હતા.. પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી ત્યારબાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી.... પણ ભીખાજીના સમર્થકોમાં ભારે રોષ છવાયો છે.. 



ઉમેદવાર બદલાતા વિરોધનો કરવો પડ્યો સામનો

સૌથી વધારે વિરોધ વડોદરા પછી આ સીટ પર જોવા મળ્યો હતો.. ભીખાજી ઠાકોર પાટીલને ગાંધીનગરમાં મળ્યા પછી પણ વિરોધ યથાવત રહ્યો.. અત્યારે કહેવાય રહ્યું છે કે, વિરોધનો વંટોળ શાંત થઈ ગયો પણ આંતરિક કલહ અંદરોઅંદર તો જોવા મળી જ રહ્યો છે... આ જ કારણ ભાજપને 5 લાખની લીડમાં બાધા બનશે અને એવું પણ થઈ શકે કે તેનો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને મળે....  


કોણ છે આણંદ લોકસભાના ઉમેદવારો?

ત્યારપછી તેમની સભા આણંદમાં છે... એક સમયે કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ લોકસભામાં 2014થી ભાજપ જીતી રહ્યો છે. 1957થી 2019 સુધી યોજાયેલી 16 ચૂંટણીમાં 11 વખત કૉંગ્રેસના સાંસદ, પાંચ વખત ભાજપના સંસદસભ્ય અને એક વખત સ્વતંત્ર પાર્ટીના સંસદસભ્ય રહી ચૂક્યા છે. કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અહીંથી સંસદસભ્ય બનીને કેન્દ્રમાં મંત્રી પણ બન્યા હતા.... આ વખતે કોંગ્રેસમાંથી અમિત ચાવડા મજબૂત ચહેરો અને ભાજપમાંથી મિતેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે... 


ભાજપ પર લોકો વિશ્વાસ મૂકશે એ પ્રશ્ન કારણ કે... 

પાટીદાર વર્સિસ ક્ષત્રિય વચ્ચે જંગ છે... સ્થિતિ એવી છે કે રુપાલાની ટિપ્પણીનો સમગ્ર ગુજરાતમાં વિરોધ છે.. ત્યારે આણંદ લોકસભામાં ક્ષત્રિય સમાજના લોકોએ છેલ્લી બે ટર્મથી ભાજપ પર ભરોસો કર્યો છે. પરંતુ આ વખતે એવી પરિસ્થિતિ છે કે અનેક ગામોમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ કર્યો છે. એવાં ગામોમાં ભાજપના નેતા પોતાનો પ્રચાર પણ કરી શક્યા નથી." હવે જોવુ રહેશે કે આ બેઠક પર પીએમ મોદીનો જલવો કામ કરશે કે કેમ.... 


આવતી કાલે આ જગ્યાઓ પર પીએમ મોદી કરશે પ્રચાર

ત્યાર પછી સુરેન્દ્રનગરમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે આવતીકાલે.. અને આ સભા થકી ત્રણ લોકસભા બેઠક સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગરની જનતાને આવરી લેવાશે..... વાત સુરેન્દ્રનગરની કરીએ... સુરેન્દ્રનગરમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાંથી અમુક દાવેદારોએ તળપદા કોળીને જ ટિકિટ આપવા માગ કરી હતી. જો કે ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ચંદુભાઈ શિહોરા તેમજ કોંગ્રેસે તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. 



જો સમાજના સમીકરણો જોઈએ તો... 

સુરેન્દ્રનગરમાં વસતિની દૃષ્ટિએ ચુંવાળિયા કોળી કરતા તળપદા કોળી વધુ છે, છતાં ભાજપે અન્ય સીટના બેલેન્સ સાધવા માટે ચુંવાળિયા કોળીને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ધ્રાંગધ્રા અને હળવદવાળા પટ્ટામાં ચુંવાળિયા કોળીની વસતિ વધુ છે. જ્યારે ચોટીલા, સાયલા અને લીંબડીવાળા પટ્ટામાં તળપદા કોળી વધુ છે.બંને સમાજને લઈને ટિકિટ મુદ્દે વિવાદ પણ થયો હતો.. આ ઉપરાંત... સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર તળપદા કોળી સમાજના સૌથી વધુ 3.83 લાખ મત પછી બીજા નંબરે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજના વોટરોની સંખ્યા વધારે છે. અનુસૂચિત જાતિના મતદારપાટીદાર, આહીર અને ક્ષત્રિય મતદારોનો પણ પ્રભાવ ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે.અને આ વખતે ક્ષત્રિય સમાજ રુપાલાનો વિરોધ કરતા કરતા ભાજપ સામે પડ્યો છે.. એટલે અહીં પણ પીએમ મોદીનો જાદુ છવાશે કે કેમ તે જોવુ રહેશે...


પરષોત્તમ રૂપાલાને ભાજપે આપી છે ટિકીટ 

વાત રાજકોટની કરીએ તો ગુજરાતની રાજનીતિમાં રાજકોટ એપીસેન્ટર બન્યું છે... કારણ કે પરશોત્તમ રુપાલએ ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો...કોંગ્રેસે ક્ષત્રિય આંદોલનનો ફાયદો લેવા માટે તેમની સામે અમરેલીનો જ મજબૂત ચહેરો પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા.... ભાજપે રૂપાલાને જે બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે એ રાજકોટ બેઠક પર પાટીદાર મતદારો અંદાજે 5.26 લાખ છે, જ્યારે કોળી મતદારો અંદાજે 3.16 લાખ, માલધારી મતદારો અંદાજે 2.10 લાખ, મુસ્લિમ મતદારો અંદાજે 2.10 લાખ અને ક્ષત્રિય મતદારો અંદાજે 1.68 લાખ છે. જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર આ 3 એવી લોકસભા બેઠક છે, જ્યાં ક્ષત્રિય સમાજની નારાજગી અસર કરી શકે છે. 


ભાવનગરમાં નિમુબેન બાંભણીયા સામે છે ઉમેશ મકવાણા 

ગુજરાતમાં ક્ષત્રિયોની વસતિ સારીએવી છે, પણ બધા અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે એટલે કોઈ એક બેઠકને અસર કરી શકે એવું નથી, પણ અલગ અલગ મળીને દરેક સીટને ચોક્કસ અસર કરી શકે છે.... ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપમાંથી લડી રહ્યાં છે ઉમેશ મકવાણા... અહીં જંગ તો કોળી સામે કોળીનો જ રહેવાનો છે. પણ ઉમેશભાઈ બોટાદના ધારાસભ્ય છે એટલે ત્યાંના કેટલા મત કપાય છે એ રસપ્રદ બની રહેશે. બીજુ કે કોંગ્રેસનો કેટલોક સાથ પણ મળશે... જીત થશે કે કેમ તેના પર સવાલ છે પણ લીડમાં ફેર પડી શકે... પણ હવે તો મોદીજીની સભા આ સીટને કવર કરવાની છે... 


આ જૂનાગઢ લોકસભા બેઠકના સમીકરણોની વાત કરીએ તો.... 

બીજીમેના રોજ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં સભા કરશે અને જૂનાગઢ, અમરેલી અને પોરબંદરને કવર કરશે... જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર હિરભાઈ જોટવા વચ્ચે ટક્કર છે. આ બેઠક પર જો વિધાનસભા 2022આ સમીકરણની વાત કરવામાં આવે તો વિપક્ષ 33,152 મતે આગળ છે. જૂનાગઢ લોકસભા હેઠળની સાતેસાત વિધાનસભા બેઠકોના વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતના મત પ્રમાણે ભાજપના મત નવા ઈન્ડિયા ગઠબંધન કરતા ઓછા પડી રહ્યા છે. આ કારણસર ભાજપ માટે આ બેઠક પણ કોંગ્રેસ જીતી શકે તેવું રાજકીય તજજ્ઞો ગણિત માંડી રહ્યા છે.  બીજી વાત કરીએ અમરેલીની. અમરેલી લોકસભા બેઠક પર કુલ 17 લાખથી વધુ મતદારો છે. જેમાં સૌથી વધુ એટલે કે 4 લાખ જેટલા પાટીદાર મતદારો છે. 


જામનગરની વાત કરીએ તો... 

એમાં પણ લેઉવા પાટીદારના મતદારોની સંખ્યા વધારે છે. ત્યારે અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભરત સુતરિયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરને ટિકિટ આપી છે. અમરેલીમાં પણ ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ થયો હતો... અને સામે પક્ષે જેનીબેન ઠુંમર જીત માટે કચકચાવીને મહેનત કરી રહ્યાં છે... અને અંતમાં વાત કરીએ જામનગરની ત્યાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સામે કોંગ્રેસે જે.પી.મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે... આહીર વર્સિસ પાટીદારોનો જંગ છે.. પણ આ વખતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યાં છે... ધ્રોલ, જામજોધપુર અને કાલાવડમાં તેમને વિરોધ થયો... 


જામખંભાળિયા અને જામજોધપુરમાં જોવા મળ્યો ભાજપમાં આંતરિક વિવાદ

જામનગરમાં ભાજપમાં આંતરિક જૂથવાદ પણ ચરમસીમા પર છે. એક તરફ પૂનમ માડમ અને રિવાબા જાડેજાનો આંતરિક જૂથવાદ બીજી તરફ પૂનમ માડમ અને હકુભા જાડેજાનો વિવાદ પણ ચાલી રહ્યો છે. આ સાથે જ જામખંભાળિયા અને જામજોધપુરમાં આંતરિક જૂથવાદ છે. જેના કારણે ભાજપની કોર વોટબેંક ગણાતા પાટીદારોમાં પણ નારાજગી છે. ત્યારે જૂથવાદને ડામવામાં ભાજપને હાલાકી પડી રહી છે.લઘુમતી મતદારોની જો વાત કરીએ તો આમ તો લઘુમતી સમાજ કોંગ્રેસની કોર વોટબેંક માનવામાં આવે છે. પરંતુ જામનગરમાં લઘુમતીઓ પણ પૂનમ માડમને મદદ કરતા આવ્યા છે. 



શું છે આ બેઠકના સમીકરણો?

પરંતુ દ્વારકામાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે કરાયેલી દબાણ હટાવ કામગીરીને પગલે લઘુમતીઓ પણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. અહીં 2.59 લાખ લઘુમતી મતદારો છે. જે ભાજપની ચિંતા વધારી શકે છે. આ ઉપરાંત અહીં સતવારા સમાજના 1.76 લાખ મતો છે અને સતવારા સમાજના બે અપક્ષ ઉમેદવારો ઉભા છે, જે મતમાં ગાબડુ પાડે તો ભાજપને ચોતરફે મોટુ નુકસાન જવાની ભીતિ છે. ક્ષત્રિયો, પાટીદારો, લઘુમતીઓ અને સતવારા સમાજના મતો વહેંચાઈ જાય તો ભાજપને મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે.... આ હતા સીટોના સમીકરણ.. 


પીએમ મોદીના પ્રવાસ બાદ બદલાઈ શકે છે સમીકરણો!

એટલે ઓવરઓલ નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીલક્ષી મુલાકાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં આવતી લોકસભા બેઠકોને આવરી લેશે. આ સાથે તેઓ વિધાનસભાની પાંચ પૈકી ચાર પેટાચૂંટણીઓના વિસ્તારને પણ કવર કરશે..... એટલે સમીકરણો ભાજપ તરફી થાય તેવી પૂરી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે.... અને આમ પણ ચૂંટણી છેલ્લા સપ્તાહમાંજ લડાતી હોય છે.. સમીકરણો બદલાતા હોય છે.... એટલે જોવુ એ રસપ્રદ રહેશે કે પ્રધાનમંત્રીની બે દિવસની સભા પછી ગુજરાતના રાજકીય વાતાવરણમાં કેટલો તાપ આવે છે કેવા પરિવર્તન આવે છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?