7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.. ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાને ગજવી રહ્યા છે અને ભવ્ય રોડ શો કરતા દેખાઈ રહ્યા છે... ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પ્રચાર કરતા દેખાયા છે ત્યારે પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે... બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક સભાઓ કરવાના છે. ત્યારે આજે પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભાને સંબોધવાના છે...
કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ આવ્યા છે ગુજરાતના પ્રવાસે
ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. મતદાન થાય તે પહેલ તમામ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે અનેક સભાઓ ગજવી હતી.. આપના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજથી બે દિવસના પ્રવાસ માટે પીએમ મોદી ગુજરાત આવવાના છે...
આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. આજે તે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જનસભાને સંબોધવાના છે... આવતી કાલે પણ અનેક લોકસભા ક્ષેત્રોમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે... આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં આવતી કાલે જનસભાને સંબોધશે.. આજે ડીસા તેમજ હિંમતનગરમાં તેઓ સભાને ગજવવાના છે...
પાંચ લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનો ભાજપનો લક્ષ્ય
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાત માટે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાતની 26માંથી 26એ બેઠક ભાજપના ફાળે છે.. ત્યારે મતદાન થાય તે પહેલા જ લોકસભાની એક સીટ ભાજપના ફાળે જતી રહી છે.. વગર ચૂંટણીએ સુરતને તેના સાંસદ મળી ગયા છે.. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાનો ટાર્ગેટ મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું...