આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!
બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે.