ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... લોકસભા બેઠકમાં મતદાતાઓની નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ નિરસતા જોવા મળી રહી છે... લોકસભા બેઠકની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..
કઈ વિધાનસભા બેઠક કયા લોકસભા ક્ષેત્રમાં આવે છે?
પાંચ વિધાનસભા બેઠકોમાંની વાત કરીએ તો વાઘોડિયા, પોરબંદર, માણાવદર, વિજાપુર અને ખંભાતમાં મતદાન યોજાઈ રહ્યું છે.. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં આવે છે.. પોરદંબર વિધાનસભા બેઠક પોરબંદ લોકસભા બેઠકમાં આવે છે. માણાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં આવે છે.. વિજાપુર વિધાનસભા બેઠક મહેસાણામાં આવે છે જ્યારે ખંભાત વિધાનસભા બેઠક આણંદમાં આવે છે...વડોદરા લોકસભા બેઠકમાં 48.48 ટકા મતદાન થયું છે, પોરબંદર લોકસભા બેઠક પર મતદાન 37.96 ટકા મતદાન થયું છે... જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન 44.47 ટકા મતદાન થયું છે.. મહેસાણા લોકસભા બેઠકમાં 48.15 ટકા મતદાન થયું છે. આણંદ લોકસભા બેઠક પર 52.49 ટકા મતદાન થયું છે...
ક્યાં કેટલું નોંધાયું મતદાન?
મતદાન ટકાની વાત કરીએ તો વાઘાડિયામાં 52.76 ટકા મતદાન થયું છે, પોરબંદર પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન ટકાની વાત કરીએ તો 41.03 ટકા, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો 40.09 ટકા મતદાન થયું છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 50.53 ટકા મતદાન થયું છે જ્યારે ખંભાતમાં 49.83 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે ઉમેદવાર પર રાખવામાં આવેલો વિશ્વાસ ત્યારે તૂટે છે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે..