Loksabha Election : પહેલા JamnagarAAPમાં ભંગાણ, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામાનું કારણ આપતા શું કહ્યું? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 12:26:14

ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ પોતાના પક્ષને છોડી રહ્યા છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે. કારણ જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થયા. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે... 

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે આપ્યું રાજીનામું   

જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. જેને કારણે તેઓ પક્ષને છોડી રહ્યા છે. કરશન કરમુરે જામનગર વિધાનસભા પર ચૂંટણી લડી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હશે અને જો હવે તે ભાજપમાં જોડાશે તો તે ઘરવાપસી કરશે.. 



પેટા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોના નામની જાહેરાત 

કરશન કરમુરે અનેક હોદ્દાઓને સંભાળ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે બાદ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી થઈ. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બહારથી આવેલા નેતાઓને ઉમેદવાર ઘોષિત કર્યા છે... ત્યારે  જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?