Loksabha Election Exit Poll : Bharuch Loksabha બેઠકમાં Chaitar Vasava મારશે બાજી કે Mansukh Vasava?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-03 17:25:04

પહેલી જૂને લોકસભાની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ ઍક્ઝિટ પોલ જાહેર કર્યા હતા અને પોતાનાં અનુમાનો લગાવ્યાં છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલ અનુસાર, ભાજપના ગઠબંધનવાળી એનડીએને વધુ બેઠકો મળી રહી છે. જોકે, ચિત્ર તો ચોથી જૂનના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.

25 બેઠકો પર યોજાયું હતું મતદાન

મોટા ભાગના ઍક્ઝિટ પોલ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપને ફાળે જવાની આગાહી કરે છે પરંતુ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો ગુજરાતની પાંચ બેઠકો પર રસાકસી હોવાનું જણાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનની કૂલ ટકાવારી 65.08% ટકા હતી. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પૈકી 25 બેઠકો પર મતદાન થયું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સુરતની લોકસભા બેઠક પર ચૂંટણી પહેલાં જ નિર્વિરોધ વિજય થયો હતો. સુરતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 



2014 અને 2019માં ભાજપે 26એ 26 લોકસભા બેઠક જીતી

ગુજરાતની અનેક બેઠકો એવી છે કે જ્યાં ટફ ફાઈટ ઉમેદવારો વચ્ચે દેખાઈ હતી. મતદાનની ટકાવારી 59.49 ટકા રહી હતી, જે 2019ની મતદાનની ટકાવારી કરતાં લગભગ પાંચ ટકા ઓછું હતું.. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો.



અલગ અલગ એક્ઝિટ પોલના આંકડા શું કહે છે? 

ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 25થી 26 સીટ પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસને વધુમાં વધુ એક સીટ પર જીત મળવાની સંભાવના છે.ટુડેઝ ચાણક્યના આંકડા ભૂતકાળમાં પણ સૌકોઈને ચોંકાવતા આવ્યા છે. આ વખતે ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં તમામ 26 સીટો ભાજપના ફાળે જઈ શકે છે. જ્યારે કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે.ઇન્ડિયા ટીવી-CNXના એક્ઝિટ પોલમાં પણ ભાજપને 26 સીટ જીતવાનું અનુમાન બતાવાયું છે. CNXના સરવે પ્રમાણે કોંગ્રેસને ગુજરાતમાં આ વખતે પણ એકેય સીટ મળી શકે એમ નથી. 



ભાજપ ગુજરાતમાં 26 સીટો જીતી શકે છે - એક્ઝિટ પોલ

એબીપી-સી વોટર સર્વે પણ ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ આપી રહ્યું છે. ટાઇન્સ નાઉ ETGના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ફરી એકવખત ક્લિન સ્વીપ કરી શકે છે. ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતશે એવું તેના તારણમાં સામે આવ્યું છે.SAAM-જન કી બાતના એક્ઝિટ પોલમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખોલી શકે એવી સ્થિતિમાં દેખાતી નથી. સતત લોકસભાની ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં એક પણ સીટ નહીં મળે એવું SAAM-જન કી બાતનો સરવે કહે છે.



આ એક્ઝિટ પોલે દર્શાવ્યું ભાજપને બે સીટોનું નુકસાન

ગુજરાતમાં ઘણા એક્ઝિટ પોલ ભાજપને તમામ સીટ મળશે એવું દર્શાવી રહ્યા છે. પરંતુ રિપબ્લિક-મૈટ્રિઝના એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં 2 સીટનું નુકસાન દર્શાવ્યું છે. આ 2 બેઠકો કોંગ્રેસને ફાળે જાય એવી સંભાવના છે. જ્યારે આમ આદમી પાર્ટી એક પણ સીટી નહીં જીતે એવો રિપબ્લિક-મૈટ્રિઝના સરવેમાં સામે આવ્યું છે. 


આ બેઠક પર ના થયું હતું મતદાન 

રિપબ્લિકના જ અન્ય એક સરવેમાં ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરે એવી સંભાવના બતાવાઈ છે. PMRQ નામની સરવે એજન્સી સાથે મળેલી કરેલા આ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતશે એવો દાવો થયો છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર શૂન્ય સીટ પર સમેટાઇ જશે એવા તારણ સામે આવ્યા છે. ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર પણ ગુજરાતમાં ભાજપને 26 સીટ મળી શકે છે. જેમાંથી સુરતની સીટ તો ભાજપને ફાળે જતી રહી છે. આ સીટ પર મતદાન નહોતું થયું. પરંતુ બાકીની 25 સીટ પર પણ મતદારોએ ભાજપ પર જ પસંદગી ઉતારી હોવાનું ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટનો સરવે દર્શાવે છે.


ગુજરાતમાં ભાજપ ફરી બાજી મારશે તેવું અનુમાન

ન્યૂઝ નેશને કરેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 સીટ પર જીત મેળવી શકે છે. ન્યૂઝ એક્સ-ડી ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં પણ ભાજપ ગુજરાતમાં બાજી મારી જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મતદારોનો મિજાજ ભાજપ તરફી જ રહ્યો હોવાના આંકડા આ એક્ઝિટ પોલ દર્શાવે છે. 



અરવિંદ કેજરીવાલે કરી હતી ચૈતર વસાવાના નામની જાહેરાત 

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં જ્યારે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી દીધી હતી કે ચૈતર વસાવા ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે. ચૈતર વસાવાની ઓળખ એટલે આમ આદમી પાર્ટીના લડાયક આદિવાસી યુવા નેતા અને ડેડિયાપાડાથી ધારાસભ્ય. સ્ટેજ પરથી કેજરીવાલે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ચૈતર વસાવા સભાસ્થળેથી અંદાજે 40 કિલોમીટર દૂર આવેલા રાજપીપળાની જેલમાં કેદ હતા. તેમના પર વન અધિકારી પર હુમલો કરવાનો કેસ થયેલો છે. આ કેસમાં ચૈતર વસાવાની પત્નીની પણ ધરપકડ થઈ હતી.


અહેમદ પટેલના સંતાનોએ દેખાડી હતી નારાજગી! 

બીજી ખાસ નોંધવા જેવી વાત એ પણ હતી કે કેજરીવાલે ચૈતર વસાવાને એવા સમયે ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં સીટની વહેંચણી મુદ્દે સહમતી જાહેર નહોતી થઈ. ભરૂચ એટલે અહમદ પટેલનું વતન. કોંગ્રેસ તરફથી તો અહેમદ પટેલનાં સંતાનો ટિકિટના દાવેદાર હતાં છતાં કોંગ્રેસે કંઈક તો ગણતરી માડી હશે અને "ગઠબંધન ધર્મ"ના નામે ઝૂકીને AAPને ભરૂચ ઉપરાંત ભાવનગરની સીટ લડવા માટે આપી દીધી. આમ, ચૈતર વસાવાનું નામ ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચાલી ગયું!


મનસુખ વસાવાને ટિકીટ એટલા માટે આપવામાં આવી.. 

ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાની સીધી ટક્કર ભાજપના મનસુખ વસાવા સાથે છે. મનસુખ વસાવા અગાઉ છ વખત ભરૂચથી સાંસદ રહી ચૂક્યા છે અને ભાજપે સાતમી વખત ટિકિટ આપી છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આપવી પડી છે, કારણ કે જ્ઞાતિ સમીકરણ અને હરીફ ઉમેદવારને જોતાં ભાજપના પોર્ટફોલિયોમાં કદાચ બીજો કોઈ ઉમેદવાર ફિટ બેસી નહીં શક્યો હોય. ભરૂચ લોકસભા બેઠકથી ન માત્ર આમ આદમી પાર્ટી, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને પણ ઘણી આશા છે. ત્યારે રાજકારણની દૃષ્ટિએ VIP સીટ ગણાતી ભરૂચ લોકસભા બહુ જ મહત્વની છે... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?